Photos: આ 5 હોલીવૂડ સ્ટાર્સની સવાર જ પડે છે યોગથી, એમ જ નથી જળવાતું મદમસ્ત ફીગર

Tue, 21 Mar 2023-2:56 pm,

જેનિફર એનિસ્ટન હંમેશા તેના પાતળા ફિગર માટે જાણીતી રહી છે. અને તે છેલ્લા 20 વર્ષથી યોગા પ્રેક્ટિસ કરી રહી છે. જેનિફરની ટ્રેનર મેન્ડી ઇંગબર દ્વારા તેને યોગનો પરિચય થયો હતો અને ત્યારથી તે યોગની ચાહક છે.

હોલીવૂડના સુપરસ્ટાર રોબર્ટ ડાવની જૂનિયર તેમના માનસિક સ્વાસ્થ્ય માટે યોગને પ્રેક્ટિસ કરે છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે યોગ તેમના માટે ધ્યાન છે અને તે તેમના મનને શાંત કરવામાં મદદ કરે છે. જ્યારે તે તણાવમાં હોય છે, ત્યારે યોગે તેમને આરામ કરવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

યોગાએ કેટ્ટીને તેના ભૂતપૂર્વ પતિ રસેલ બ્રાન્ડ સાથેના બ્રેકઅપમાંથી આગળ વધવામાં મદદ કરી છે. કેટ્ટીએ પોતાને શાંત કરવા અને માનસિક રીતે મજબૂત બનવા માટે ધ્યાન કર્યું. કેટ્ટીએ ટ્વીટ કર્યું હતું કે, તે એક ગ્રુપ મેડિટેશનમાં જોડાયા પછી તેમનું જીવન બદલાઈ ગયું હતું.

ફૂટબૉલ સ્ટાર ડેવિડ બેક્હામને બિક્રમ યોગ દ્વારા આરામ અને શક્તિ મળી છે. અને તેમણે તેમની પત્ની, વિક્ટોરિયા બેકહામ સાથે ઊંડી આત્મીયતા અને જોડાણ મેળવવા માટે કલપ પાવર યોગની પ્રેક્ટિસ કરે છે.

જસ્ટિન ટિમ્બરલેક પત્ની જેસિકા બિયેલ પણ રેગ્યુર યોગ કરે છે. એક મેગેઝિન સાથેની મુલાકાતમાં તેમણે શેર કર્યું, "યોગ મારા માટે સતત છે કારણ કે તે મારા સ્નાયુઓને લાંબા અને લવચીક રાખે છે." તેણીએ સાપ્તાહિક મેગેઝિનને કહ્યું કે તે "અઠવાડિયા દરમિયાન બે યોગા સેશન કરે છે. મારા માટે યોગ એ વધુ વિસ્તરેલી વસ્તુ છે.”

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link