Desi Dava: શરદી-ઉધરસનો કાળ છે આ 5 દેશી મસાલા, ડોક્ટર પણ માને છે આ વસ્તુની શક્તિને
શરદી-ઉધરસમાં સૌથી વધુ અસરકારક આદુ ગણાય છે. આદુમાં એવા તત્વો હોય છે જે ગળાની તકલીફ અને શરદીને તુરંત શાંત કરે છે. ગરમ પાણીમાં આદુનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી શરદીથી આરામ મળે છે.
કાળા મરીમાં જે તત્વ હોય છે તે ગળાની તકલીફોને દૂર કરે છે મરીનો ઉપયોગ કરવાથી ઉધરસ શાંત થાય છે અને ફેફસા સાફ થાય છે. ગરમ દૂધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવાથી શરદી ઉધરસમાં લાભ થાય છે.
હળદરમાં રહેલા તત્વ ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે. તે શરીરના સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ઉધરસ મટે છે અને ગળાની તકલીફથી રાહત મળે છે.
લવિંગમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે ઉધરસ અને ગળાની તકલીફને મટાડે છે. ઉધરસ થઈ હોય તો લવિંગને મોઢામાં રાખીને ધીરે ધીરે તેનો રસ ગળે ઉતારવો. ઉધરસમાં લવિંગવાળી ચા પીવાથી પણ ફાયદો થાય છે.
તજ એ ઉત્તમ એન્ટિઓક્સિડન્ટ વસ્તુ છે. તજ શરીરને ગરમ રાખે છે અને સંક્રમણથી બચાવે છે. તેના માટે તજના પાવડરને હુંફાળા પાણીમાં મિક્સ કરી મધ સાથે પીવું.