દાંતને પીળા બનાવી Smile છીનવી લે છે આ 5 વસ્તુઓ, તરત છોડો નહીંતર પછતાવવાનો આવશે વારો!
ચા અને કોફીમાં ટેનીન હોય છે, જેનાથી દાંત પર ડાઘ પડી શકે છે. તે ધીમે ધીમે દાંતની સફેદી દૂર કરીને પીળા બનાવે છે. જો તમે દિવસભર ચા કે કોફી પીઓ છો તો દાંત પર તેની અસર વધુ વધી શકે છે. આને રોકવા માટે, તમે સિપરનો ઉપયોગ કરી શકો છો અને પછી પાણીથી કોગળા કરી શકો છો.
સોડા અને ઠંડા પીણાંમાં એસિડ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે દાંતની બહારની સપાટીને નબળી બનાવે છે. આ સિવાય ડાર્ક કલરના કોલ્ડ ડ્રિંક્સથી દાંત પર પીળા ડાઘા પડી શકે છે. આનાથી બચવા માટે, પાણી અથવા અન્ય આરોગ્યપ્રદ પીણાંનું સેવન કરવું વધુ સારું છે.
રેડ વાઇનમાં ટેનીન, એસિડ અને ડાર્ક પિગમેન્ટ હોય છે, જે દાંત પર કાયમી ડાઘ છોડી શકે છે. તેના વધુ પડતા સેવનથી દાંતની ચમક ઓછી થઈ જાય છે.
હળદર, ધાણા અને આમલી જેવા ભારતીય મસાલાઓમાં ઘાટા રંગદ્રવ્ય હોય છે, જે દાંત પર ડાઘ છોડી શકે છે. વધુ પડતો મસાલેદાર ખોરાક માત્ર દાંતની સફેદી પર જ અસર કરતું નથી, પરંતુ દાંતની સપાટીને પણ નુકસાન પહોંચાડે છે.
મીઠાઈઓ અને ચોકલેટમાં રહેલી ખાંડ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, જે દાંત પર પોલાણ અને ડાઘનું કારણ બની શકે છે. વધુ પડતી ખાંડ ખાવાથી દાંત નબળા અને પીળા પડી શકે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.