White Teeth: ઘરમાં રહેલી આ 5 વસ્તુઓથી દાંત થઈ જાશે મોતી જેવા સફેદ, દાંત પીળા પડી ગયા હોય તો જરૂર કરો ટ્રાય
લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. લીમડો દાંતને નેચરલી સફેદ કરવામાં મદદ કરે છે. લીમડાના પાનને ચાવવાથી કે લીમડાનું દાતણ કરવાથી દાંત પર જામેલી ગંદકી સાફ થાય છે અને દાંતનો રંગ સફેદ બને છે.
ફુદીનો મોઢાની બદબૂને દૂર કરવાની સાથે દાંતને સફેદ કરવામાં પણ મદદ કરે છે. ફુદીનાના પાનને પીસી તેમાં થોડું મીઠું ઉમેરી આ પેસ્ટ વડે બ્રશ કરવાનું રાખો. આ સિવાય ફુદીનાના નેચરલ ઓઇલને દાંત પર લગાડવાથી બેક્ટેરિયા ખતમ થાય છે અને દાંતનો રંગ સાફ થાય છે.
સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ હોય છે. જે દાંત પર જામેલા ડાઘની હટાવવામાં મદદ કરે છે. તેના માટે સ્ટ્રોબેરીની પેસ્ટ કરી તેમાં બેકિંગ સોડા ઉમેરીને તેનાથી દાંત પર બ્રશ કરો.. અઠવાડિયામાં બે વખત આ રીતે બ્રશ કરશો એટલે દાંત પહેલા જેવા સફેદ દેખાવા લાગશે.
લવિંગ દાંતના દુખાવાથી તો રાહત આપે જ છે પરંતુ દાંતને સફેદ કરવામાં પણ મદદ કરે છે. લવિંગને પીસી તેમાં થોડું સરસવનું તેલ મિક્સ કરી આ પેસ્ટને દાંત પર લગાવી થોડીવાર રહેવા દો. ત્યાર પછી બ્રશ કરી લેવું. આ ઉપાયથી દાંત અને પેઢા મજબૂત પણ થશે અને દાંત સફેદ થવા લાગશે.
અનેક રોગમાં તુલસીનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. દાંત સાફ કરવામાં પણ તુલસીનો ઉપયોગ કરી શકાય છે. પીળા પડેલા દાંતને મોતી જેવા સફેદ કરવા હોય તો તુલસીના પાનને ચાવવાનું રાખો. તુલસીના પાન ચાવવાથી પેઢામાં વધતા બેક્ટેરિયાનો પણ નાશ થાય છે અને દાંત ચમકદાર બને છે.