વાયરલ ફ્લૂ અને કોવિડના લક્ષણોથી રાહત આપશે આ 6 દેશી ઉપાય
આદુ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઉધરસ અને કફ ને દૂર કરવા માટે એક ઇંચ આદુના ટુકડાને એક ગ્લાસ પાણીમાં ખમણીને ઉમેરો અને દિવસ દરમિયાન આ પાણી ધીરે ધીરે પીવું.
કાળા મરીમાં પણ એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે કફ દૂર કરવામાં મદદ કરે છે. કફ અને શરદી ની તકલીફ હોય તો એક ચમચી કાળા મરીના પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરીને તેને એક કપ પાણીમાં ઉકાળો અને તેને ચા ની જેમ ગરમ ગરમ પીવો.
મધ એક પ્રાકૃતિક દવા છે જે ઉધરસ અને શ્વાસ સંબંધિત સમસ્યાના લક્ષણોને ઓછા કરે છે. આદુના રસમાં મધ ઉમેરીને પીવાથી ગળામાં થતી તકલીફ દૂર થાય છે.
હળદરમાં એન્ટી ઇન્ફીનેમેટ્રી ગુણ હોય છે. તેનું સેવન કરવા માટે એક કપ દૂધને ગરમ કરી તેમાં થોડો હળદર પાવડર ઉમેરી તેને ઉકાળો ત્યાર પછી તે હુંફાળું ગરમ હોય ત્યારે તેને પી જવું.
કપૂર એક આયુર્વેદિક ઇનહેલર છે. નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં સમસ્યા હોય તો ઉકળતા પાણીમાં કપૂર ઉમેરીને તેનાથી સ્ટીમ લેવાનું રાખો.
આયુર્વેદિક જડીબુટીઓમાંથી એક છે તુલસી. તુલસીમાં એન્ટી એલર્જીક ગુણ હોય છે. બે કપ પાણીમાં પાંચ પાંદડા તુલસીના ઉમેરી તેને 15 મિનિટ સુધી ઉકાળો ત્યાર પછી દિવસમાં બે વખત તેને પીવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)