Unhealthy food for skin: ચહેરા માટે ઝેર છે દરરોજ ખવાતી આ 7 વસ્તુ, આજથી ખાવાનું બંધ કરો
Unhealthy food for skin: ત્વચાનો અસલી ગ્લો બહારની પ્રોડક્ટથી વધારે તેના પર નિર્ભર કરે છે કે તમારું ડાયટ શું છે. આપણી ખાણીપીણીની આપણા ચહેરા પર સીધી અસર કરે છે. આપણે ઘણી એવી વસ્તુઓ ખાઈ રહ્યા છીએ, જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડી રહી છે. આજે આપણે તે 7 વસ્તુઓ વિશે વાત કરી રહ્યા છીએ. જેને ખાવાનું બંધ કરી દેવી જોઇએ અથવા ઓછું કરવું જોઇએ. તમે એવી વસ્તુ ખાધી જે ત્વચા માટે ઝેર સમાન છે, તો તેનાથી ખરાબ હશે.
અમે અહીં જણાવી રહ્યા છીએ એવા ફૂડ્સ વિશે જે ત્વચા માટે ઝેર જેવા છે. જો તમે તેનું વધારે સેવન કરી રહ્યા છો તો તમે ગમે તેટલી મોંઘી ક્રિમ લગાવી લો પિમ્પલ્સ, ડાર્ક સ્પોટ્સ, કરચલીઓ દૂર થશે નહીં. આ માટે તમારે તમારા ડાયટ પર ધ્યાન આપવું પડશે.
તળેલી વસ્તુ ત્વચા માટે ખુબ ખતરનાક છે. તેનું વધારે પડતું સેવન કરવાથી ત્વચા પર ખીલ સરળતાથી થઈ જાય છે. ખાસ કરીને ઓયલી ત્વચાવાળા લોકો માટે આ તળેલું ખાવાનું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.
ફાસ્ટ ફૂડ કેલેરી, ફેટ અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સનો સોર્સ હોય છે. જે ત્વચા માટે સારું નથી. આ વસ્તુઓ ખાવાથી ના માત્ર પિમ્પલ્સની સમસ્યા થયા છે, પરંતુ પોષક તત્વોથી મુક્ત ખોરાક ત્વચાને ડલ પણ બનાવી શકે છે.
મસાલાવાળો આહાર લિમિટમાં ખાવામાં આવે તો તે શરીરને ફાયદો પહોંચાડે છે. ત્યારે તેનું વધારે પડતું સેવન ત્વચાને ખરાબ કરી શકે છે. પ્રયત્ન કરો કે વધારેથી વધારે લીલા શાકભાજી ખાવા જેના કારણે ના તો ત્વચાને નુકસાન થયા અને ના તમારી હેલ્થ ખરાબ થાય.
આજના બાળકોથી લઇને યુવાઓમાં ચોકલેટનો વધુ પડતો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ તેમાં રહેલા શુગર અને કાર્બ્સ કોલેજનને હાર્ડ બનાવે છે. તે ના માત્ર સીબમ પ્રોડક્શનને વધારે છે. પરંતુ કરચલીઓને પણ વધારે છે. ચોકલેટ ખાવી છે તો ડાર્ક ચોકલેટ ખાઓ.
બ્રેડ, પાસ્તા, બટાકા જેવી વસ્તુ ત્વચા બ્રેકઆઉટને આમંત્રણ આપે છે. તેમનું ગ્લોઇસેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે. તેને લિમિટેડ કરી દેવાથી તમને થોડા સમયમાં જ ચહેરા પર અસર જોવા મળશે.
સોડાવાળી કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ બંને એવી ડ્રિક્સ છે, જેનાથી ત્વચામાં સાઈડ ઇફેક્ટ થાય છે. આ ઉપરાંત બોડીને ડીહાઈડ્રેટ કરી ત્વચાનો ગ્લો પણ છીનવી લે છે. આ કારણથી વધતી ઉંમરના નિશાન ચહેરા પર દેખાવવા લાગે છે.
Disclaimer: આ આર્ટિકલમાં આપેલી માહિતી સમાન્ય માન્યતાઓ અને ઘરેલુ નુસ્ખા પર આધારીત છે. અમે તેની પુષ્ટી કરતા નથી. ZEE ન્યુઝ તેની નૈતિક જવાબદારી લેતું નથી. જો કે, માહિતીની પુષ્ટિ કરવા માટે નિષ્ણાતો સાથે વાત કરવામાં આવી છે. તેનો અમલ કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ.