સ્વપ્નમાં દેખાતા આ પ્રાણીઓ તમને અપાવશે પુષ્કળ સંપત્તિ, જુઓ PHOTOS

Fri, 01 Jan 2021-3:20 pm,

સ્વપ્નમાં હાથી જોવા મળે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, જો તમને સ્વપ્નમાં હાથી દેખાય, તો આગામી સમયમાં, તમને સમૃદ્ધિ જ સમૃદ્ધિ મળશે. પરંતુ માત્ર સ્વપ્ન દેખાવાથી સમૃદ્ધ નહીં થવાય. તમારે સમૃદ્ધિ મેળવવા માટેના ઉપાયો તાત્કાલિક અસરથી અમલમાં લાવવા પડશે. અને એક માન્યતા પ્રમાણે માતા મહાલક્ષ્મીના મંદિરમાં હાથીની પ્રતિમા ચઢાવવાથી તમારા વેપાર-ધંધામાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. અને રોજગારમાં સતત સમૃદ્ધિ થતી રહે છે.

 

ઘુવડને નિશાચર પ્રાણી માનવામાં આવે છે. જો તમને સ્વપ્નમાં ઘુવડ દેખાય તો સમજી લેજો, કે બહુ જલ્દી તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસવાની છે. ધાર્મિક માન્યતા અનુસાર ધનની દેવી શ્રીલક્ષ્મીનું વાહન ઘુવડ છે. એટલા માટે ઘુવડનું દેખાવુ એ સંપત્તિ મેળવવાની નિશાની માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર ઘુવડ દેખાય તેનો અર્થ છે કે, વર્ષો જૂની મિલકત છૂટી થવાની, લાંબા સમયનું લેણું, વ્યાજના રૂપિયા ટૂંક સમયમાં મળી શકે છે.

શાસ્ત્રોમાં માછલીને માં લક્ષ્મીના આગમનનું સૂચક માનવામાં આવે છે. સ્વપ્ન ગ્રંથ અનુસાર, જો તમે તમારા સ્વપ્નમાં માછલી દેખાય, તો ટૂંક સમયમાં માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે. એ જ રીતે, જો તમને ઝાડ પર ચઢતો સાપ દેખાય તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિની વૃદ્ધિ થાય અથવા તો અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે.

હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા મુજબ ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ સ્વપ્નમાં ગાય દેખાય, તે ખૂબ જ શુભ છે. તેનો અર્થ એમ થાય કે, વ્યક્તિને ચારે દિશામાં સફળતા મળે છે. સ્વપ્નમાં દેખાતી અલગ અલગ ગાયના ફાયદા પણ અલગ અલગ હોય છે. જો તમને સફેદ ગાય દૂધ આપતી દેખાય તો, સુખ સમૃદ્ધિ આવવાની છે. બીજીબાજુ કાબરચીતરી ગાય દેખાય તો, વ્યાજની આવક આવે, વેપાર-ધંધામાં લાભ થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link