Most Expensive Alcohol: આ છે દુનિયાનો સૌથી મોંઘો દારૂ, કરોડો રૂપિયામાં વેચાય છે એક બોટલ દારૂ!
સૌથી મોંઘા દારૂની યાદીમાં પહેલા નંબર પર ટકીલા લે. 925(Tequila Ley .925) આવે છે. ટકીલા લે. 925 દારૂની બોટલમાં 6400 હીરા જડેલા છે. આ વાઇન મેક્સિકોમાં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી 6400 હીરા જડેલી આ દારૂની બોટલ કોઈએ ખરીદી નથી.
સૌથી મોંઘા લીસ્ટમાં દિવા વોડકા બીજા નંબરે આવે છે. આ વાઈનની દરેક બોટલની મધ્યમાં એક અલગ પ્રકારનો ઘાટ હોય છે. જેમાં સ્વારોવસ્કી ક્રિસ્ટલ(Swarovski Crystals) રાખવામાં આવે છે. જેને પીણાને સુશોભિત કરવા માટે વપરાય છે. આ બોટલની કિંમત 7 કરોડ 30 લાખ રૂપિયા છે. એક બોટલની કિંમતમાં 15 કિલો સોનું આવે શકે છે.
આ વાઈનનું નામ છે અમાન્ડા ડી બ્રિગનેક મિડાસ(Amanda De Brignac Midas). તે વિશ્વની સૌથી મોંઘી શેમ્પેન(Champagne) માનવામાં આવે છે. આ શેમ્પેનની બોટલની સાઈઝ ઘણી મોટી છે. આ શેમ્પેનની કિંમત 1 કરોડ 40 લાખ રૂપિયાથી વધુ છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.
ડાલમોર 62 વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કી માનવામાં આવે છે. તે એટલી મોંઘી છે કે અત્યાર સુધી તેની માત્ર 12 બોટલ જ બની છે. આ વ્હિસ્કીની એક બોટલની કિંમત 1 કરોડ 50 લાખ રૂપિયાથી વધુ છે.
પેનફોલ્ડ્સ એમ્પૌલ સૌથી મોંઘી રેડ વાઇન (Red Wine) છે. જેની બોટલનો આકાર પેન શેપ જેવો હોય છે. આ વાઈનની એક બોટલની કિંમત લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા છે.