કોઈ ચલાવે છે હોટલ તો કોઈની છે ક્લોધિંગ બ્રાન્ડ, ટોચની અભિનેત્રીઓના આ છે સાઈડ બિઝનેસ
સુષ્મિતા સેન એક્ટિંગની સાથે જ્વેલરીના બિઝનેસ સાથે પણ જોડાયેલી છે. આ સાથે સુષ્મિતાનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.
ક્યારેક પોર્ન સ્ટાર રહી ચૂકેલી સની લિયોની ઑનલાઈન એડલ્ટ સ્ટોર ચલાવે છે. જે તેણે 2013માં શરૂ કર્યો છે.આ ભારતનો પહેલો એડલ્ટ સ્ટોર છે.
બોલીવુડની ફેશનિસ્ટા સોનમ કપૂર બહેન રિયા કપૂરની સાથે ક્લોધિંગના બિઝનેસમાં છે. તેના ફેશન બ્રાંડનું નામ રિહસોન છે.
શિલ્પા શેટ્ટી લાંબા સમયથી રેસ્ટોરેન્ટ અને સ્પાના બિઝનેસ સાથે જોડાયેલી છે. આ હૉસ્પિટાલિટી બિઝનેસથી તે કરોડોની કમાણી કરે છે. તે હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા વીડિયોઝ પણ બનાવે છે.
પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય સ્તર પર ફિલ્મોમાં કામ કરવાની સાથે પોતાની પ્રોડક્શન કંપની પણ ચલાવે છે. જેનું નામ પર્પલ પેબલ પિક્ચર્સ છે.
મિસ યુનિવર્સ રહી ચુકેલી લારા દત્તાની પોતાની સાડીની બ્રાંડ છે. સાથે જ પરફ્યૂમ લાઈન પણ છે.
કેટરીનાએ 2019માં પોતાની બ્યૂટી બ્રાન્ડ લૉન્ચ કરી છે. જેનું નામ કે બ્યૂટી છે. કેટરીનાના મેકઅપ બ્રાન્ડને લોકો પસંદ પણ કરે છે.
90ના દાયકાની ટોચની અભિનેત્રી કરિશ્મા કપૂર હાલ તો મોટા પડદાથી દૂર છે. પરંતુ કરિશ્મા કમાણી ખૂબ કરે છે. જે તેની લાઈફસ્ટાઈલ પરથી ખબર પડી જાય છે. કરિશ્મા બેબી ક્લોધિંગ સ્ટોર ચલાવે છે. જ્યાં નાના બાળકોની જરૂરનો દરેક સામાન બને છે.
ફિલ્મો સિવાય દીપિકા પોતાની ક્લોધિંગ બ્રાન્ડ ઑલ અબાઉટ યૂથી સારી કમાણી કરે છે. આ એક ઑનલાઈન શૉપિંગ સ્ટોર છે જેને દીપિકાએ 2015માં મિંત્રા સાથે મળીને શરૂ કર્યો હતો.
અનુષ્કા શર્માએ નુશ નામથી ક્લોધિંગ લાઈન શરૂ કરી છે. આ સિવાય તે પોતાના ભાઈ સાથે મળીને પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જેના બેનર હેઠળ તેણે ફિલ્મો અને વેબસિરીઝ પણ બનાવી છે.
2013માં આલિયાએ સ્ટાઈલ ક્રેકર નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. જેમાં આલિયાની ટીમ મળીને લોકોને સ્ટાઈલ સેન્સ શિખવે છે. આ સાથે 2020માં આલિયાએ કિડ ફેશન બ્રાંડ પણ શરૂ કરી છે. (image coutrsey: instagram)