બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા બાદ બની સિંગલ પેરેન્ટ્સ, પોતાના દમ પર જીવે છે જીવન
સલમાન ખાન સાથે અફેરને લઈને સંગીતા બિજલાની ખૂબ જ ચર્ચામાં હતી. સંગીતા બિજલાનીએ લગ્ન ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન સાથે કર્યા હતા. બંને 14 વર્ષ સુધી સાથે રહ્યા અને વર્ષ 2010 માં અલગ થઈ ગયા. 52 વર્ષીય અભિનેત્રી હવે એકલું જીવન જીવી રહી છે.
ફિલ્મ પરદેશથી બોલિવૂડમાં ડેબ્યૂ કરીને ધમાલ મચાવી દેનાર મહિમા ચૌધરી 49 વર્ષની છે. પરદેશ પછી તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને ત્યાર પછી વર્ષ 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા. સાત વર્ષ સાથે રહ્યા પછી બંનેએ છૂટાછેડા લઈ લીધા. હવે મહિમા ચૌધરી પોતાની દીકરી અરિયાના ચૌધરી સાથે સિંગલ મધર તરીકે જીવન જીવી રહી છે.
90 ના દાયકાની ટોપની અભિનેત્રી કરિશ્મા કપૂર એ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પછી તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો અને પતિ સાથેના સંબંધ ખરાબ રીતે તૂટી ગયા. વર્ષ 2016 માં બંને અલગ થઈ ગયા અને ત્યારથી કરિશ્મા સિંગલ મધર તરીકે પોતાના દીકરા અને દીકરીને ઉછેરી રહી છે. 48 વર્ષીય અભિનેત્રી આજે પણ એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે.