બોલીવુડની આ અભિનેત્રીઓ એક ફિલ્મ જેટલો ચાર્જ કરે છે ઈન્સ્ટા પોસ્ટ માટે, જાણો કોણ કરે છે કેટલી કમાણી
પ્રિયંકા ચોપરાના ઇન્સ્ટાગ્રામ પર 85 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે વિશ્વની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંથી એક છે. પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડેડ પોસ્ટ શેર કરવા માટે લગભગ 3 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે.
દીપિકા પાદુકોણ પણ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 73 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાન્ડ પ્રમોશન માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
કરીના કપૂર ભલે બે બાળકોની માતા બની ગઈ હોય, પરંતુ તેને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. તે કોઈપણ બ્રાન્ડની પોસ્ટ શેર કરવા માટે 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડ પોસ્ટ કરવા માટે 85 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આલિયાને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 76 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
ઇન્સ્ટાગ્રામની બાબતમાં શ્રદ્ધા કપૂર બોલિવૂડની નંબર વન સેલિબ્રિટી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 79 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. શ્રદ્ધાની ફિલ્મો ભલે બોક્સ ઓફિસ પર સારી ચાલતી નથી પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તે બ્રાન્ડેડ પોસ્ટના માધ્યમથી સારી કમાણી કરે છે. તેના માટે તે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.