આ સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર શેર કરી માતા-પિતા બનવાની ખુશી, જુઓ Pics...
બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરમાં ટૂંક સમયમાં એક નવો મહેમાન આવવાનો છે. વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કાના પ્રેગ્નન્સીની જાણકારી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી. અનુષ્કા અને વિરાટે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી અને આ ખુશીના સમાચારને સૌની સાથે શરે કર્યા. જાન્યુઆરીમાં બંને તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે.
પોતાની બીજી પ્રેગ્નન્સી દરમિયાન મીરા રાજપૂત અને અભિનેતા શાહિદ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર મિશાની એક સુંદર તસવીરની સાથે આ સમાચાર શેર કર્યા. પોસ્ટમાં લખ્યું હતું મિશા ટૂંક સમયમાં 'બિગ સિસ્ટર' બનવાની છે.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને ક્રિકેટ સ્ટાર શોએબ મલિકે તેમના માતા-પિતા બનવાની ઘોષણા કરતા સોશિયલ મીડિયા પર એક કબાટની સુંદર તસવીર શરે કરી અને તેને કેપ્શન આપ્યું, 'બેબી મિર્ઝા મલિક.'
નીલ નીતિન મુકેશ અને પત્ની રુક્મિણી સહાયે તેના માતા-પિતા બનવાની ઘોષણા દિલચસ્પ રીતે કરી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા અમિનેતાએ એક તસવીર શેર કરી અને લખ્યું 'હવે અમે ત્રણ થઇશું'
આ કપલે તેમની તસવીર શેર કરી ચાહકોને તેમની ખુશી વ્યક્ત કરી. બંને એક સાથે ખુબજ ખુશ જોવા મળી રહ્યાં હતા.