જીવનમાં આવનારા સંકટ તરફ ઈશારો કરે છે આ ઘટનાઓ, માનવામાં આવે છે અશુભ
તુલસીનો છોડ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. દરેક ઘરમાં સવાર-સાંજ તેની પૂજા થાય છે. પરંતુ જો તુલસીનો છોડ સુકાઈ જવા લાગે તો તેનો અર્થ છે કે તમારો ખરાબ સમય શરુ થવાનો છે.
જો ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો તે અશુભ સંકેત છે. જો કોઈ ઘરમાં આવું થાય તો સમજવું કે દેવી-દેવતાઓ તમારાથી નારાજ છે.
ઘરમાં અરીસો કે કાચની વસ્તુઓ તૂટવી અશુભ ઘટનાનું સૂચન કરે છે. જો ઘરમાં રાખેલ કાચના વાસણ વારંવાર તૂટવા લાગે તો તેનો અર્થ છે કે કોઈ મોટું સંકટ આવવાનું અને જેના કારણે પરિવારના સંબંધોમાં તિરાડ પડી શકે છે.
બિલાડીનું રડવું અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કે ઘરની આસપાસ આવીને બિલાડી રડે છે તો તે ખરાબ સમય શરુ થવાનો સંકેત આપે છે. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે.
સોનું ચોરાઈ જવું અથવા તો ખોવાઈ જવું અશુભ માનવામાં આવે છે. જો તમારા દાગીના ખોવાઈ જાય તો તે અશુભ સંકેત છે. જે ઘરની આર્થિક સ્થિતિ બગડવાનો સંકેત છે.
જો ઘરમાં ચામાચીડિયા રહેવા લાગે કે આવી જાય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. ઘરમાં ચામાચીડિયાનું ફરવું ખૂબ જ અશુભ છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં મોટી સમસ્યા ઉભી થાય છે.