ફિલ્મી પડદા પર પિતા અને પુત્ર બંન્ને સાથે રોમાન્સ કરી ચુકી છે બોલીવુડની આ 5 અભિનેત્રી
)
ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે બની જોડી
શ્રીદેવીએ બોલીવુડના ઘણા અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. એક જમાનામાં શ્રીદેવીની ફિલ્મોની ખુબ ડિમાન્ડ રહેતી હતી. શ્રીદેવી ફિલ્મોમાં ધર્મેન્દ્રની સાથે રોમાન્સ કરી ચુક્યા છે. સની દેઓલની સાથે પણ ફિલ્મી પડદા પર તેમની રોમેન્ટિક જોડી જોવા મળી ચુકી છે. શ્રીદેવીએ ધર્મેન્દ્રની સાથે ફિલ્મ નાકાબંધી અને સેની દેઓલની સાથે ચાલબાજ, નિગાહેં, રામ અવતાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
)
અમૃતા સિંહે ધર્મેન્દ્ર સિવાય સની દેઓલ સાથે કરી ફિલ્મ
અમૃતા સિંહ બોલીવુડની ડિમાન્ડિંગ અભિનેત્રીમાંથી એક રહી છે. અમૃતાએ દરેક ઉંમરના અભિનેતા સાથે ફિલ્મી પડદે રોમાન્સ કર્યો સાથે પોતાનાથી નાની ઉંમરના હીરો સાથે પણ જોડી બનાવી. ધર્મેન્દ્ર સાથે અમૃતા સિંહે સચ્ચાઈ કી તાકત અને સની દેઓલ સાથે ફિલ્મ બેતાબ કરી હતી.
)
વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના સાથે બની જોડી
ડિમ્પલ કાપડિયા આજે પણ બોલીવુડની ફિલ્મોમાં એક્ટિવ છે. ડિમ્પલ કાપડિયાની જોડી વિનોદ ખન્ના અને તેમના પુત્ર અક્ષયની સાથે બની ચુકી છે. આ સિવાય ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે પણ તેણે ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. ધર્મેન્દ્રની સાથે ડિમ્પલે બટવારા અને શહજાદેમાં કામ કર્યું તો સની દેઓલ સાથે આગ કા ગોલા, અર્જુન અને ગુનાહ જેવી ફિલ્મો કરી છે.
રાજ કપૂર અને રણધીર કપૂર સંગ ફિલ્મી પડદા પર કર્યો રોમાન્સઃ હેમા માલિની રાજકપૂર સાથે ફિલ્મ 'સપનોં કા સૌદાગર'માં જોવા મળ્યા હતા. આ સિવયા રાજકપૂરના પુત્ર રણધીર કપૂરની સાથે હેમા માલિનીએ હાથ કી સફાઈ ફિલ્મમાં કામ કર્યુ. ઋષિ કપૂર સાથે પણ હેમા માલિનીએ એક ચાદર મૈલી સીમાં કામ કર્યું હતું.
વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના સાથે ફિલ્મી પડદા પર કર્યો રોમાન્સઃ ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત નાનાથી લઈને મોટા પડદા પર આજે પણ એક્ટિવ છે. માધુરી ફિલ્મ 'દયાવાન'માં વિનોદ ખન્ના સાથે જોવા મળી હતી, આ ફિલ્મમાં માધુરીનો વિનોદ ખન્ના સાથે બોલ્ડ સીન જોવા મળ્યો હતો. તો વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્નાની સાથે માધુરી 'મોહબ્બત' ફિલ્મમાં રોમાન્સ કરી ચુકી છે.