IPL ઈતિહાસઃ આ 5 બોલરોએ ફેંક્યા છે સૌથી વધુ નો-બોલ
આઈપીએલનો સૌથી સફળ બોલર હોવા છતાં લસિથ મલિંગાનું નામ આ લીગમાં સૌથી વધુ નો બોલ ફેંકનાર બોલરોની યાદીમાં પણ છે. મલિંગાએ પોતાના આઈપીએલ કરિયરની 122 મેચોમાં 2827 બોલ ફેંક્યા છે, જેમાંથી 18 વખત તેણે નો બોલ ફેંક્યો છે. આ સાથે આઈપીએલમાં મલિંગાએ 170 વિકેટ પણ ઝડપી છે.
ફિરકી બોલર અમિત મિશ્રા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર એકમાત્ર ભારતીય બોલર છે. એક સ્પિનર હોવા છતાં મિશ્રાએ આઈપીએલમાં 20 નો બોલ ફેંક્યા છે. આ 20 નો બોલ અમિત મિશ્રાએ પોતાની 147 મેચમાં ફેંકવામાં આવેલા 3,101 બોલ દરમિયાન ફેંક્યા છે. મિશ્રાના નામે આઈપીએલમાં 157 વિકેટ છે.
ભારતીય ક્રિકેટ ટીમના હાલના સમયમાં સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા આઈપીએલમાં સૌથી વધુ નો બોલ ફેંકવા મામલે ત્રીજા સ્થાન પર છે. ઈશાંતે આઈપીએલની 89 મેચમાં 1907 બોલ ફેંક્યા છે. જેમાં તેણે 21 નો બોલ ફેંક્યા છે. ઈશાંતના નામે આઈપીએલમાં 71 વિકેટ છે.
4 વખતની આઈપીએલ વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હંમેશા નો બોલ ફેંકતો જોવા મળે છે. આ સિલસિલામાં બુમરાહે પોતાના આઈપીએલ કરિયર દરમિયાન 21 વખત નો બોલ ફેંક્યો છે. સાથે બુમરાહે આઈપીએલની 82 મેચોમાં 1 હજાર 732 બોલ ફેંકતા 82 વિકેટ પણ ઝડપી છે.
આઈપીએલના તમામ વિવાદો સાથે નાતો ધવારનાર ફાસ્ટ બોલર એસ શ્રીસંતે પોતાના નાના આઈપીએલ કરિયર દરમિયાન સૌથી વધુ 23 વખત નો બોલ ફેંક્યો છે. શ્રીસંતે 44 આઈપીએલ મેચમાં 880 બોલ ફેંકવાની સાથે-સાથે 40 વિકેટ પણ ઝડપી છે.