આજથી થઈ રહ્યાં છે આ મહત્વના ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે મોટી અસર

Tue, 01 Sep 2020-8:06 am,

ભારતીય રિઝર્વ બેન્કે અત્યાર સુધી બેન્કોની લોનની ચૂકવણી પર રોકની સુવધાને 31 ઓગસ્ટથી આગળ વધારવામાં આવી નથી. સૂત્રોએ કહ્યું કે લોન ચૂકવણી પર છૂટને આગળ વધારવામાં આવી નથી. સૂત્રોએ કહ્યું કે લોન ચૂકવણી પર છૂટને આગળ વધારવાથી લોન લેનારા ગ્રાહકોના લોન ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થઈ શકે છે અને તેનાથી કોવિડ-19ના કારણે તેની સમક્ષ આવેલા મુદ્દાઓ ક્યારેય ઉકેલાશે નહીં. કોવિડ-19 મહામારી વચ્ચે સામાન્ય વેપારી ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ હોવાના કારણે રિઝર્વ બેન્કે કંપનીઓ તથા વ્યક્તિગત લોકોને રાહત આપતા આ લોનના હપ્તાઓની ચૂકવણી પર એક માર્ચથી છ મહિના માટે છૂટ આપી હતી. ઈએમઆઈ ન ચૂકવવાની સગવડની સમયમર્યાદા 31 ઓગસ્ટે સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોએ કહ્યું કે લોન લેનારા ગ્રાહકો માટે આ હંગામી રાહત હતી. તેમણે કહ્યું કે જો છૂટની સમયમર્યાદા 6 મહિનાથી આગળ વધારવામાં આવી હોત તો તેનાથી લોન લેનારા ગ્રાહકોના લોન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે અને ચૂકવણીની સમયમર્યાદા પૂરી થયા બાદ ચૂકવણીનું જોખમ વધી શકે છે. 

તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG રસોઈ ગેસ સિલિન્ડર અને હવાઈ ઈંધણની નવી કિંમતોની જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. 1 સપ્ટેમ્બરના રોજ પણ LPGની કિંમતોમાં કાપ કે પછી વધારો થઈ શકે છે. આ માટે તમારે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે. 

કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રાલયે હવે એ નિયમ બનાવ્યો છે કે 24 કલાકની અંદર કોઈ પણ સ્થાનથી પાછા આવવા પર ટોલ ટેક્સમાં છૂટ ફક્ત એ જ ગાડીઓને મળશે જેમા ફાસ્ટેગ લાગેલું હશે. જેનો અર્થ એ છે કે જો તમે તમારી ગાડીથી ક્યાંક જઈ રહ્યા છો અને ત્યાંથી 24 કલાકની અંદર પાછા ફરી રહ્યા છો તો ટોલ ટેક્સની રકમમાં તમને ત્યારે જ છૂટ મળશે જ્યારે તમારી ગાડીમાં ફાસ્ટેગ હશે. આ સુવિધા અત્યાર  સુધી બધા માટે હતી. પરંતુ હવે ટોલ ટેક્સ કેશમાં ચૂકવનારાએ આ છૂટ નહીં મળે. 

યુઆઈડીએઆઈએ એક ટ્વિટ દ્વારા જાણકારી આપી છે કે હવે એક કે વધુ અપડેટ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં બાયોમેટ્રિક્સ અપડેટ પણ સામેલ છે. હાલ આધારમાં ડેમોગ્રાફિક ડિટેલ અપડેટ માટે 50 રૂપિયા ચૂકવવા પડે છે. અરજી અને ફી સાથે તમારે તમારું નામ કે એડ્રસ કે જન્મતિથિ આધારમાં બદલાવવા માટે કાયદેસર દસ્તાવેજ જમા કરાવવો પડશે.   

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બરથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસેથી ઉચ્ચ વિમાનન સુરક્ષા શૂલ્ક વસૂલવાનો નિર્ણય કર્યો છે. એએસએફ શુલ્ક તરીકે ઘરેલુ મુસાફરો પાસેથી 150 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા વસૂલવામાં આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો પાસેથી 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર વસૂલવામાં આવશે. 

બજેટ એરલાઈન્સ ઈન્ડિગોએ પોતાની ઉડાણો સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરવાની જાહેરાત કરી છે. એક સપ્ટેમ્બરથી પ્રયાગરાજ, કોલકાતા, તથા સૂરત માટે ઉડાણ શરૂ કરાશે. ભોપાલ-લખનઉ રૂટ પર કંપની 180 સીટોવાળી એર બસ 320 ચલાવશે. આ ઉડાણ સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શુક્રવારથી સંચાલિત થશે. 

રોડ મુસાફરી કરતા મુસાફરો ટોલ પ્લાઝા પર વધુ ટોલ ચૂકવવો પડશે. સરકારે ટોલ ટેક્સના દરોમાં 5 થી 8 ટકાનો વધારો કરી દીધો છે. જેનાથી ખાનગી અને વ્યવસાયિક વાહનોએ અલગ અલગ ટોલ ટેક્સ દરો મુજબ ચૂકવણી કરવી પડશે. સરકાર રોડ અકસ્માતોમાં ઘાયલોને મફત સારવાર આપવાની યોજનાને ટોલ ટેક્સ વ્યવસ્થા સાથે જોડવા પર વિચાર કરી રહી છે. 

જીએસટી ચૂકવણીમાં મોડું થવાની સ્થિતિમાં એક સપ્ટેમ્બરથી કુલ ટેક્સ ચૂકવણી પર વ્યાજ લાગશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગે જીએસટી ચૂકવણીમાં મોડું થવા પર લગભગ 46,000 કરોડ રૂપિયાના બાકી વ્યાજની વસૂલીના આદેશ પર ચિંતા વ્યક્ત કરી હતી. વ્યાજ કુલ લેણા પર લગાવવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્યના નાણામંત્રીઓવાળી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે એક જુલાઈ 2017થી કુલ કર લેણા પર જીએસટી ચૂકવણીમાં મોડું થવા બદલ વ્યાજ વસૂલાશે અને તે માટે કાયદામાં સંશોધન કરાશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link