OMG: જેનાથી તમે દૂર ભાગો છો, તેને શોખથી ખાય છે આ લોકો; ભારતમાં પણ એક એવી જગ્યા જ્યાં ખાય છે જીવ જંતુ
થાઈલેન્ડ સહિત ઘણા દેશ એવા છે જ્યાં તિતીધોડાને હજારો વર્ષોથી ખાવામાં આવે છે. દુનિયાભરના મોટાભાગના દેશોમાં લોકો તેને ઉત્સાહભેર ખાવામાં આવે છે. થાઈલેન્ડમાં તિતીધોડા રસ્તા પર વેચાય છે.
આપણા ઘરમાં દરવાજા અને ફર્નિચરમાં લાગતી ઉધણ પણ ઘણા લોકોનું ભોજન છે. ઇન્ડોનેશિયા ઉપરાંત ઘણા આફ્રિકન દેશ એવા છે જ્યાં હજારો વર્ષોથી તેને ખાવામાં આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમાં ઘણું પ્રોટિન હોય છે. તેને પકડવું ઘણું સરળ હોય છે, કેમ કે, તે ગ્રુપમાં હોય છે અને રોશની તરફ ખેંચાઈ આવે છે.
વિંછીને ચીન અને થાઈલેન્ડ જેવા દેશોમાં શોખથી ખાવામાં આવે છે. થાઈલેન્ડમાં તો રસ્તાની સાઈડમાં ફ્રાય વિંછી વેચવામાં પણ આવે છે. તે લોકો માટે સ્નેક્સ તરીકે કામ આવે છે. દારૂના શોખીન લોકો વ્હાઈટ વાઈન સાથે પણ તેને ખાય છે. પરંતુ તેને બનાવવું એટલું સરળ પણ નથી. તેને પકડવા અને તેની અંદરથી ઝેર કાઢવા માટે પહેલી ઘણી મહેનત કરવી પડે છે. ત્યારે જઈને તે લોકોની પ્લેટ સુધી પહોંચે છે.
ફૂલો પર મંડરાતો ભમરો ઘણા લોકોનું ભોજન છે. હકીકતમાં ભમરાની ઘણી પ્રજાતિઓ છે અને આફ્રિકાના અલગ-અલગ ભાગમાં લોકો તેને શોખથી ખાય છે. જાણકારોનું કહેવું છે કે તેમાં વધુ પ્રમાણમાં પ્રોટિન હોય છે અને ફેટ માટે પણ સારો સોર્સ હોય છે. તેને ખાવાથી વિટામિન A અને E પણ મળે છે.
કીડીઓ લોકોને પરેશાન કરે છે. લોકો તેમનાથી પરેશાન થઈ દૂર ભાગે છે તો કેટલાક લોકો તેને શોખથી ખાય છે. કેટલીક જગ્યા પર કીડીઓની ચટણી પણ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેને ભારતમાં પણ ખાવામાં આવે છે. છત્તીસગઢની કેટલીક જનજાતિઓ પણ કીડીઓની ચટણી બનાવીને ખાય છે. સાથે જ કેટલીક જગ્યા એવી પણ છે જ્યાં કીડીઓને રાંધીને તેમાં મીઠું નાખીને પોપકોનની જેમ પણ ખાવામાં આવે છે. સાથે જ ચીનના લોકો કીડીઓનો શૂપ પણ ઘણા શોખથી પીવે છે.