પ્રિયંકા ચોપડાની આ તસવીરોએ ઇન્ટરનેટની દુનિયામાં લગાવી દીધી આગ
પ્રિયંકાએ ગ્રેમી 2020માં જે વ્હાઇટ ગાઉન પહેર્યું હતું એ ડીપ ફ્રન્ટ ઓપન ગાઉન હતું. આમાં તે એકદમ બોલ્ડ લુકમાં જોવા મળી હતી.
પ્રિયંકાએ વ્હાઇટ ગાઉન સાથે મેચિંગ ડાયમંડ ઇયરિંગ્સ પહેરી હતી અને વાળને ખુલ્લા રાખ્યા હતા.
પ્રિયંકાની આ તસવીર જોઈને કેટલાક નેટીઝને તેને ટ્રોલ કરી છે. કેટલાક લોકોએ તો આ તસવીર પર બહુ નકારાત્મક કમેન્ટ્સ કરી છે. કેટલાક લોકોએ તો કહ્યું કે આના કરતા તો તે બોલિવૂડમાં વધારે સારા કપડાં પહેરતી હતી.
આ પ્રસંગે પ્રિયંકાની ડ્રેસિંગ સેન્સે બધાને પાછળ છોડી દીધા હતા. પ્રિયંકાની ફેમિલી તસવીર પર કમેન્ટ્સ જોઈને લાગે છે કે પ્રિયંકા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ છે.
પ્રિયંકા અને નિક રેડ કાર્પેટ પર શાનદાર એન્ટ્રી લેવા માટે જાણીતા છે. (તમામ તસવીર સાભાર : પ્રિયંકા ચોપડાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)