આ દ્રશ્યો તમને કરી શકે છે વિચલિત! રાજકોટમાં 27 લોકોની દર્દનાક ચીસોથી વાતાવરણ ગમગીન
કેટલી ભયાનક આગમાં જીવતેજીવ ભડથું થવું પડ્યું હોય ત્યારે કેટલી પીડા અને દર્દનાક ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠયું હશે. પણ લાચારી અને મજબૂરી તો જુઓ કે થોડા દિવસની તપાસ બાદ બધું હતું એવું ને એવું થઈ જશે.
સીટ બનશે, તપાસના નાટકો કરશે, અને બધું ઠંડુ પડે એટલે ક્લીન ચીટ આપી દેશે. જમીન મળી જશે. અને જે ભોગ બન્યા છે એના પરિવારજનો લાચાર સ્થિતિમાં રહેશે.
વડોદરાના હરણી બોટકાંડની ઘટનામાં રાજ્ય સરકારે મેજીસ્ટ્રીયલ તપાસ આપી હતી. આ તપાસ વડોદરાના તત્કાલીન કલેક્ટર એ.બી.ગોરે કરી હતી. જેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો.
આ રિપોર્ટ આજ દિન સુધી રાજ્ય સરકારે જાહેર સુદ્ધા નથી કર્યો. આખરે હાઇકોર્ટે લાલ આંખ કરવી પડી હતી.
દર વખતની જેમ હવે તમામ જિલ્લામાં તપાસ થશે થોડા સમય ગેમ ઝોન બંધ રહેશે ફાયર સેફ્ટીની મોટી વાતો થશે.