PHOTOS: આ પાંચ ક્રિકેટર છે IPLના `સિક્સર કિંગ`
વિશ્વભરમાં પોતાના વિસ્ફોટક અંદાજ માટે જાણીતો ક્રિસ ગેલ આઈપીએલના સિક્સર કિંગની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમાં કોઈ બેમત નથી, કારણ કે ગેલની રમવાની રીત પણ એવી છે. ક્રિસ ગેલ તરફથી આઈપીએલમાં ફટકારવામાં આવેલા છગ્ગાની વાત કરીએ તો યૂનિવર્સ બોસ ગેલે સર્વાધિક 326 છગ્ગા ફટકાર્યા છે. ગેલે આ સિક્સ માત્ર 125 મેચમાં ફટકારી છે, જે પણ એક રેકોર્ડ છે.
અબ્રાહમ બેન્ઝામિન ડિવિલિયર્સે પોતાની અનોખી રમતથી ટી20 ક્રિકેટની પરિભાષા બદલી દીધી છે. ક્રિકેટમાં મિસ્ટર 360ના નામથી જાણીતી એબી મેદાનની ચારે તરફ ચોગ્ગા-છગ્ગા ફટકારવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાની મદદથી ડિલિવિયર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની 154 મેચમાં 212 છગ્ગા ફટકાર્યા છે.
ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીને આ તોફાની રમત ખુબ પસંદ આવે છે. સિક્સ ફટકારવી ધોનીને ત્યારથી પસંદ છે જ્યારથી તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ધુરંધર ધોનીની ધૂમ આઈપીએલમાં પણ જોવા મળે છે. ટી20 લીગમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ધોનીએ 190 મેચમાં 209 વખત બોલને હવાઈ યાત્રા કરાવી છે. તે આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય પણ છે.
શાંત સ્વભાવ અને આક્રમક રમત માટે જાણીતા ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા પણ સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ક્રિકેટની દરેક ફોર્મેટમાં હિટમેન બોલને બાઉન્ડ્રીની પાર મોકલવાની ક્ષમતા રાખે છે. રોહિતે આઈપીએલની કુલ 188 મેચ રમી છે, આ દરમિયાન તેણે 194 છગ્ગા ફટકાર્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી અને મિસ્ટર આઈપીએલના નામથી જાણીતો રૈના પણ મોટા શોટ્સ ફટકારવાનો શોખ રાખે છે. સાથે રૈના આક્રમક બેટિંગ માટે પણ જાણીતો છે. આ આધાર પર જોવામાં આવે તો રૈનાએ ભારતની સૌથી મોટી ટી20 લીગમાં 193 મેચમાં 194 સિક્સ ફટકારી છે.