ડેબ્યૂના સમયે આટલી ભોળી લાગતી હતી આ ટીવી અભિનેત્રીઓ, Nia Sharma તો ઓળખાતી જ નથી
નિયા શર્મા હોય કે જેનિફર વિંગેટ, બધાએ નાની ઉંમરથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. તો ચાલો તમને ટીવી સીરિયલની આવી જ કેટલીક એક્ટ્રેસિસનો લુક બતાવીશું, જેમાં તેઓ એકદમ ભોળા લાગે છે.
અંકિતા લોખંડેએ એકતા કપૂરની હિટ ટીવી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ડેબ્યૂ કર્યુ હતું. આ સીરિયલમાં અભિનેત્રીએ અર્ચના નામની એક સરળ મરાઠી છોકરીનું પાત્ર ભજવ્યું હતું. આ શોમાં અંકિતાની સામે સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યો હતો.
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની લીડ એક્ટ્રેસ આયેશા સિંહે ‘ડોલી અરમાન કી’ સાથે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ શોમાં તેના પાત્રનું નામ રત્તી સિંહા હતું.
અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ રિયાલિટી શો ‘સિનેસ્ટાર કી ખોજ’થી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ઝીટીવીના આ શો પછી દિવ્યાંકાએ આ જ ચેનલની સીરિયલ ‘બનુ મેં તેરી દુલ્હન’થી ડેબ્યૂ કર્યું હતું.
જેનિફર વિંગટે પ્રખ્યાત ટીવી શો ‘શાકા લાકા બૂમ બૂમ’માં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, જેનિફરે 'કસૌટી જિંદગી' અને 'સરસ્વતીચંદ્ર' જેવા શોમાં પોતાનો જલવો બતાવ્યો.
નિયા શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત ખૂબ જ નાની ઉંમરમાં કરી હતી. નિયા શર્માએ પહેલીવાર ‘કાલી - એક અગ્નિપરીક્ષા’ સીરિયલથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. જોકે આ સીરિયલમાં નિયા ટીન-એજ લુકમાં જોવા મળી હતી. ત્યારબાદ તે સીરિયલ ‘એક હજારોમેં મેરી બહેના હે’ અને ‘જમાઇ રાજા 2.0’માં જોવા મળી.
રુબીના દિલાઈકની પહેલી સીરિયલ ‘છોટી બહુ’ હતી. આ સીરિયલમાં તે એકદમ ઘરેલું અને ભોળી જોવા મળી હતી. હવે રુબીનાએ ‘બિગ બોસ 14’ ટ્રોફી જીતી લીધી છે.
સ્ટાર પ્લસની ટીવી સીરિયલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલી મુખ્ય ભૂમિકામાં છે. અને હાલના સમયની સૌથી વધુ કમાણી કરનારી ટીવી એક્ટ્રેસ છે. પરંતુ રૂપાલી ગાંગુલી પહેલીવાર ડીડી મેટ્રોની સીરિયલ 'સુકન્યા' માં જોવા મળી હતી.
‘કુંડલી ભાગ્યની પ્રીતા’ બનીને ઘણા વર્ષો સુધી લોકોના દિલ પર પર રાજ કરનારી શ્રદ્ધા આર્યએ સીરિયલ 'મેં લક્ષ્મી તેરે આંગન કી'થી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.
સુરભી ચંદના ભલે 'ઈશ્કબાઝ' અને 'નાગિન'નાં કારણે ફેમસ થઈ હોય, પરંતુ તમને જણાવી દઈએ કે સુરભી ચાંદના પહેલીવાર 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં જોવા મળી હતી.