2025માં ફરી વળશે શનિદેવનો ડંડો, આ 3 રાશિવાળા પર ખાસ રહેશે તેમની નજર, પ્રકોપથી બચવા માટે ઉપાય પણ જાણો!
શનિદેવ લાંબા સમય બાદ 2025માં રાશિ પરિવર્તન કરશે. વૈદિક પંચાંગ મુજબ 29 માર્ચ 2025ના રોજ શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં ગોચર કરશે. શનિદેવ આ રાશિમાં 2027 સુધી બિરાજમાન રહેશે. એટલે કે શનિદેવ લાંબા સમય સુધી મીન રાશિમાં રહેશે. વર્ષ 2025માં શનિદેવ ત્રણવાર નક્ષત્ર પરિવર્તન કરશે. શનિને જ્યોતિષમાં એક ક્રૂર અને કઠોર ગ્રહ ગણવામાં આવે છે. તેમને ન્યાયના દેવતા તરીકેની પણ ઉપાધિ આપવામાં આવી છે. જાતકો જેવા કર્મો કરે છે તેવા ફળ ભોગવવા પડે છે. એલે જ દરેક જણ શનિના નામ માત્રથી ગભરાય છે. વર્ષ 2025માં 3 રાશિઓએ એવી છે જેમણે સાવધાની રાખવાની જરૂર છે.
શનિદેવ લાંબા સમય બાદ 2025માં રાશિ પરિવર્તન કરશે. વૈદિક પંચાંગ મુજબ 29 માર્ચ 2025ના રોજ શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને દેવગુરુ બૃહસ્પતિની રાશિ મીનમાં ગોચર કરશે. શનિદેવ આ રાશિમાં 2027 સુધી બિરાજમાન રહેશે. એટલે કે શનિદેવ લાંબા સમય સુધી મીન રાશિમાં રહેશે. વર્ષ 2025માં શનિદેવ ત્રણવાર નક્ષત્ર પરિવર્તન કરશે. શનિને જ્યોતિષમાં એક ક્રૂર અને કઠોર ગ્રહ ગણવામાં આવે છે. તેમને ન્યાયના દેવતા તરીકેની પણ ઉપાધિ આપવામાં આવી છે. જાતકો જેવા કર્મો કરે છે તેવા ફળ ભોગવવા પડે છે. એટલે જ દરેક જણ શનિના નામ માત્રથી ગભરાય છે. વર્ષ 2025માં 3 રાશિઓએ એવી છે જેમણે સાવધાની રાખવાની જરૂર છે.
સિંહ રાશિ: જાન્યુઆરીથી માર્ચ 2025 મધ્ય સુધી શનિના કારણે કઈ વિશેષ કરી શકશો નહીં. શનિ અહીં તમને ભૂલોમાંથી શીખ લેવાનું કહી રહ્યા છે અને જો તમે સમજી જશો અને ભૂલોને નહીં દોહરાવો તેવો સંકલ્પ લેશો તો શનિદેવ એપ્રિલ 2025થી શુભ ફળ આપવાનું શરૂ કરશે. શનિદેવ તમને ચેતવી રહ્યા છે કે કોઈ પણ સ્થિતિમાં મહિલાઓનો અનાદર ન કરવો. મહિલાઓનું સન્માન કરો. નિંદા રસથી દૂર રહો અને કોઈની સફળતાની ઈર્ષા ન કરો. જો આમ કરવામાં સફળ રહેશો તો આ વર્ષે ઓક્ટોબરમાં કઈક શાનદાર કરી શકો છો. શનિને ખુશ રાખવા માટે કોઢના દર્દીઓની સેવા કરો. શનિવારે દાન વગેરે કરો.
કુંભ રાશિ: નવા વર્ષમાં માર્ચ 2025 બાદ શનિ કુંભ લગ્નથી અંતર જાળવશે. તેની તમારી લાઈફ પર કેટલીક બાબતે સારી અસર જોવા મળશે. આ વર્ષે શનિ મહારાજ તમારી મોટી પરેશાનીઓ પણ દૂર કરતા જોવા મળે છે વેપાર નોકરી માટે સારા સંકેત છે. શનિ ધાર્મિક મુસાફરીના કારક બની શકે છે. જે લોકો નવી જોબ શોધી રહ્યા હશે કે નોકરી બદલવા માંગતા હશે તોમે બાદ સારી તકો મળી શકે છે. શનિની કૃપા મેળવવા માટે ગરીબ કન્યા ના લગ્નમાં ગુપ્ત દાન કરો. કઠોર પરિશ્રમ કરનારાઓને વસ્ત્ર વગેરેનું દાન કરો. એવા કોઈ કામ કરવાથી બચજો જે શનિદેવને અપ્રિય હોય. તમારી રાશિ ઉપર પણ શનિદેવની નજર રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.