PHOTOS: Jyotiraditya Scindia ના મહેલ `જય વિલાસ પેલેસ`માં ચોરી, જાણો શું છે મામલો

Thu, 18 Mar 2021-3:24 pm,

રિપોર્ટ્સ મુજબ પોલીસ અધિક્ષક રત્નેશ તોમરે જણાવ્યું કે રાની મહેલથી બુધવારે સવાર સૂચના મળી કે છતના રસ્તે ચોર મહેલના એક રૂમમાં ઘૂસ્યા છે. આ સૂચના મળતા જ તરત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ફોરેન્સિક ટીમ પણ ત્યાં લઈ જવાઈ. કહેવાય છે કે આ ઘટના સોમવાર કે મંગળવારે રાતે ઘટી. 

તેમણે જણાવ્યું કે આશંકા છે કે ચોર સોમવારે કે મંગળવાર રાતના સમયે છતથી થઈને રોશનદાનના રસ્તે રાનીમહેલના રૂમમાં ઘૂસ્યા. જે રૂમમાં ચોર ઘૂસ્યા ત્યાં પહેલા બેંક રહેતી હતી. આ રૂમમાં કેટલોક સામાન રાખેલો છે. રાનીમહેલના કર્મચારીએ પોલીસને જણાવ્યું કે હાલ તમામ સામાન રૂમમાં જ છે પરંતુ વિસ્તૃત તપાસ થઈ રહી છે. 

જો કે હજુ સુધી એ વાત સામે નથી આવી કે ચોર શું શું ચોરી ગયા. પોલીસ આ જય વિલાસ પરિસરમાં હાજર તમામ કર્મચારીઓની પૂછપરછ કરશે. 

અત્રે જણાવવાનું કે જય વિલાસ મહેલ 19મી સદીમાં જયજીરાવ સિંધિયા દ્વારા સ્થાપિત મહેલ છે જે 1874માં ગ્વાલિયરના તત્કાલિન મહારાજા હતા અને હાલ ભાજપના રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે છે. તે જમાનામાં આ મહેલ એક કરોડમાં બન્યો હતો. આજે આ મહેલની કિંમત લગભગ 4 હજાર કરોડ રૂપિયા કહેવાય છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાનો આ મહેલ અનેક એકરમાં ફેલાયેલો છે. આ મહેલ એટલો ખુબસુરત છે કે તેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. આ જય વિલાસ મહેલમાં 400 રૂમ છે. જેમાં 40 રૂમમાં તો મ્યુઝિયમ જ છે. મહેલમાં 3500 કિલોનું એક ઝૂમ્મર છે. મહેલ યુરોપિયન આર્કિટેક્ટથી બન્યું છે. આ મહેલને બ્રિટિશ આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસે ડિઝાઈન કર્યો હતો. 

કહેવાય છે કે જય વિલાસ મહેલની છતો પર અનેક જગ્યાઓ પર સોનાચાંદી અને રત્ન જડ઼ેલા છે. મહેલના એક ભાગમાં મ્યુઝિયમ છે અને આ મ્યુઝિયમમાં સિંધિંયા રાજવંશનો આખો ઈતિહાસ જાણવા મળે છે. મહેલમાં એક ફાઈવ સ્ટાર હોટલ પણ છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયા  ગ્વાલિયરના મહારાજા છે. તેમના પત્ની પ્રિયદર્શિની રાજે મહારાની છે જ્યારે પુત્ર મહાઆર્યમન રાજકુમાર અને અનન્યા રાજકુમારી છે. લોકો અનન્યાને રાજકુમારી જ કહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link