આ ખૂબસુરત મહિલાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા! રિયલ લાઈફમાં કામ અને PHOTO જોઈને ચોંકી જશો!

Mon, 18 Nov 2024-10:41 am,

તેમણે સામાજિક કલ્યાણ, જેવી તમામ સરકારી યોજનાઓ અમલમાં મૂકી. પર્યાવરણ, પંચવટી યોજના, સ્વ-સહાય જૂથોનું સશક્તિકરણ, પંચાયતને લગતી કલ્યાણકારી યોજનાઓ, વંચિત વર્ગની જરૂરિયાતોને પુરી કરવી. તે પ્રોજેક્ટ ડાયરેક્ટર કમ ડિસ્ટ્રિક્ટ મિશન મેનેજર, કાંગડા તરીકે નિયુક્ત થનારી પ્રથમ અધિકારી બની. તેમણે ડિસેમ્બર 2020થી જૂન 2021 સુધી સેલ્ફ હેલ્થ ગ્રુપને મજબૂત કરવા માટે કામ કર્યું.

તેમણે માર્ચ 2021માં ફરીથી H.A.S ક્રેક કર્યું અને H.A.S કેડરમાં આવી ગયા. ઓશિન ઈન્ટરનેટ પર ઘણી એક્ટિવ રહે છે અને સોશિયલ નેટવર્કિગની એક એક્ટિવ મેમ્બર છે. તે YouTube પર એક્ટિવ છે અને હિમાચલની અલગ અલગ પ્રતિયોગી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને ગાઈડ કરતી રહે છે. તેમણે હિમાચલમાં લાડલી ફાઉન્ડેશન ટ્રસ્ટના રાજ્ય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

ઓશિને હિમાચલ પ્રશાસનિક સેવા પરીક્ષામાં 10મો રેન્ક હાંસલ કર્યો હતો. ઓશિને યૂપીએસસીની પરીક્ષા પણ આપી હતી. જોકે, તેમનું સિલેક્શન માત્ર 5 નંબરથી રહી ગયું હતું. ઓશિન ડોક્ટર બનવા માંગતી હતી.

વર્ષ 2019માં તેમનું સિલેક્શન બીડીઓના પદ પર થઈ ગયું હતું, ત્યારબાદ તેમણે હાર ના માની અને હિમાચલ પ્રશાસનિક સેવાની પરીક્ષા આપી અને તેમાં તેમનું સિલેક્શન પણ થઈ ગયું. સાથે 10મી રેન્ક લાવીને ટોપ 10ની લિસ્ટમાં પણ સામેલ થયા હતા. 

ઓશિન શર્મા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના રહેવાસી છે. તે શિમલામાં ભણ્યા અને ગણ્યા છે. તેમના પિતા ભુવનેશ શર્મા નાયબ તહસીલદાર રહી ચૂક્યા છે. તેમની માતા કાંગડાના સેટેલમેન્ટ ઓફિસરના પીએના પદ પર કામ કરી ચૂક્યા છે.

ઓશિન શર્માના ઈન્સ્ટાગ્રામ પર અપડેટ પ્રોફાઈલના મકે અત્યારે ભાષા અને સંસ્કૃતિ વિભાગ હિમાચલ પ્રદેશમાં સહાયક સચિવના પદ પર તૈનાત છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link