Liquor Market: ભારતમાં સૌથી વધુ પીવાય છે વ્હિસ્કીની આ બ્રાન્ડ? કિંમત સાંભળી ચોંકી જશો

Tue, 10 Sep 2024-8:03 pm,

ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ સૌ જાણે છે કે ગુજરાતમાં પણ એટલો જ દારૂ પીવાય છે અને વેચાય પણ છે. દારૂમાં વ્હિસ્કીએ ભારતના તમામ પ્રાંતોમાં વ્યાપક લોકપ્રિયતા મેળવી છે. પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની સાથે, ભારતીય વ્હિસ્કી પણ તેમના સમૃદ્ધ સ્વાદ અને સસ્તી હોવા માટે પસંદ કરવામાં આવે છે. શહેરી મધ્યમ વર્ગની બદલાતી પસંદગીઓ એ બજારના વિકાસને વેગ આપ્યો છે. વધુમાં, સ્થાનિક વ્હિસ્કી બ્રાન્ડના ઉદભવ અને પ્રીમિયમ મિશ્રણોની વધતી જતી ચાહતે દેશમાં વ્હિસ્કીની તીવ્ર ભૂખ વધારી છે.

એક સમાચાર અનુસાર, McDowell's ભારત અને વિદેશમાં સૌથી વધુ વેચાતી વ્હિસ્કી છે. ગયા વર્ષે 2023 માં આ રેકોર્ડ વેચાણને કારણે તેણે ભારતની સૌથી પ્રિય વ્હિસ્કીનો એવોર્ડ પણ જીત્યો હતો. આ અદ્ભુત વ્હિસ્કીના 31.4 મિલિયન કેસ વેચાયા હતા. એક કેસમાં 9 લિટર વ્હીસ્કી આવે છે. એટલે 750 એમએલની 12 બોટલ. 1968માં લોન્ચ થયેલી McDowell'sની નંબર 1 લક્ઝરી પ્રીમિયમ વ્હિસ્કી ઘણા વર્ષો સુધી ટોચ પર રહી છે.

રોયલ સ્ટેગ ભારતીય વ્હિસ્કી માર્કેટમાં બીજા ક્રમે છે. ગયા વર્ષે ભારતમાં રોયલ સ્ટેગનું વેચાણ 3% વધીને 27.9 મિલિયન કેસ થયું હતું. તેનું બીજું સ્થાન અકબંધ રહ્યું છે. રોયલ સ્ટેગે વર્ષ 2022માં પ્રથમ વખત આ પદ હાંસલ કર્યું હતું. પેરનોડ રિકાર્ડની માલિકીની બ્રાન્ડે છેલ્લા બે વર્ષમાં વેચાણમાં 24.6% વધારો કર્યો છે.  

Allied Blenders & Distillers (ABD) ની માલિકીની ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી માર્કેટમાં ત્રીજા ક્રમે છે. વર્ષ 2022માં તેના વેચાણમાં 6%નો ઘટાડો થયો હોવા છતાં તે ત્રીજા નંબર પર મજબૂત રીતે ઉભી છે. ગયા વર્ષે તેણે 23.4 મિલિયન કેસ વેચ્યા હતા. આમ ઓફિસર્સ ચોઈસ પણ દેશમાં સૌથી વધુ વેચાતી વ્હીસ્કીમાં ટોપ 3 માં છે. 

McDowell's ની વ્હિસ્કી છે, જેની કિંમત પણ ઘણી ઓછી છે. આ વ્હિસ્કીને ખૂબ પસંદ કરવાનું મુખ્ય કારણ આની સૌથી કિંમત છે. જ્યારે દિલ્હીમાં આ વ્હિસ્કીની કિંમત 750 ml માટે 400 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં તેની કિંમત માત્ર 640 રૂપિયા છે અને તેથી જ તેને પાર્ટીઓમાં પસંદ કરવામાં આવે છે.

આ 'સસ્તી' કિંમતના ઘણા કારણો પૈકી એક એ છે કે આ બ્રાન્ડ આયાતી સ્કોચ વ્હિસ્કી સાથે અનેક ભારતીય અનાજ અને માલ્ટના મિશ્રણનો ઉપયોગ કરે છે. પરંતુ, આ એકમાત્ર દારૂની બ્રાન્ડ નથી જેની કિંમત ઓછી હોય છે, કેટલીક અન્ય પણ છે. આ શ્રેણીમાં કિંમતવાળી કેટલીક લોકપ્રિય વ્હિસ્કીઓમાં ઈમ્પીરીયલ બ્લુ સુપીરીયર ગ્રેઈન (750 મીલી માટે રૂ. 640), રોયલ સ્ટેગ ડીલક્સ (750 મીલી માટે રૂ. 780), બેગપાઈપર ડીલક્સ (750 મીલી માટે રૂ. 550) વગેરેનો સમાવેશ થાય છે.

વર્ષ 2023-24 દરમિયાન ભારતના વ્હિસ્કી માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની ધારણા છે. એવું કહેવાય છે કે ભારતમાં વ્હિસ્કીનું બજાર વધતી જતી ઉપભોક્તા માંગ, પ્રીમિયમાઇઝેશનના વલણો અને વધતા મધ્યમ વર્ગને કારણે ઝડપથી વિકસ્યું છે. તેથી જ બજારમાં સ્થાનિક અને આયાતી વ્હિસ્કીના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં ભારત વૈશ્વિક સ્તરે વ્હિસ્કીના સૌથી મોટા ઉપભોક્તાઓમાંનું એક બની ગયું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link