આ ખેડૂતે કરી યુટ્યુબના વીડિયો જોઇ ડ્રેગન ફ્રુટની ખેતી, કરે છે લાખોની કમાણી

Tue, 27 Nov 2018-2:23 pm,

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના હબીપુરા ગામના ખેડુતે યુટ્યુબ એપ્લીકેશનના સહારે ડ્રેગન ફ્રુટની ખેતી કરી વર્ષે લાખો રુપિયાની કમાણી કરે છે. એટલુ જ નહિ પોતાની જમીનનો ઉપયોગ કરી ઓરગેનીક ખાતરનો પ્લાન્ટ ઉભો કરી પોતાના પ્લાન્ટ માજ બનાવેલ ખાતરનો ઉપયોગ કરી ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે.

હરમાનભાઇ પટેલ પોતાના મોબાઇલ ફોનમાં યુટ્યુબ એપ્લીકેશનમાં અવનવી ખેતી વિષે માહિતી મેળવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે થાઇલેન્ડ, ઓષ્ટ્રેલિયા જેવા દેશો વધુ ઉત્પાદન થતુ ડ્રેગ્ન ફ્રુટ નામના એક ફ્રુટનો વિડિયો સામે આવ્યો ત્યાર બાદ આ વિડિયો જોયા બાદ તે ઓએ આ ફ્રુટ ની ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ.

હાલ શોસીયલ મિડિયા એટલુ બધુ આગળ વધી ગયુ છે કે કોઇપણ દેશ મા થતી ખેતી નો વિડિયો આપ ગમે તે સમયે નિહાળી શકો છે. વડોદરાના મોટા હબીપુરા ગામના ખેડુતે હરમાનભાઇ પટેલે રોજીદા પાકને પડતા મુકી બાગાયત ખેતીની બાજુ વળ્યા છે. અને આજે એ વર્ષે લાખો રુપિયાની કમાણી કરી રહ્યા છે. 

જાણકારી મેળવવા શોસીયલ મિડિયાનો સહારો લઇને હતો જ્યા તેમને જાણકારી મળી કે આ ડ્રેગ્ન ફ્રુટની ખેતી મહારાષ્ટ્રના નદુરગામના ખેડુતે આ ખેતી કરી છે જે આધારે હરમાનભાઇ પટેલે મહારાષ્ટ્રના નદુરગામ ખાતે પોહચી ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરનાર ખેડુત પાસેથી પાકની માહિતી લઇ પોતે જ આ પાકની શરુઆત કરી હતી. 

શરૂઆતમા તેમને પાક નિષ્ફળ જવાનો ડર લાગતો હતો પરતુ યુટ્યુબ ઉપર વધુ વીડિયો નિહાળી પાકની વાવણીની શરુઆત કરી શરુઆતમાં 1 વીઘાથી શરુઆત કરનાર હરમાન ભાઇ આજે પોતાની 10 વીઘાની જમીનમાં આ ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરી વર્ષે લાખો રુપિયા ની કમાણી કરે છે ઓછી મેહનત અને વળતર વધારે મળતા આજે 40 વીઘા સુધી જમીનમાં ડ્રેગ્ન ફુટની ખેતી કરવાનુ હરમાન વિચાર કરી રહ્યા છે.   

માર્કેટમાં એક ફ્રુટનો ભાવ 70 થી 80 રુપિયાનો છે અને જો રિટેલમાં લેવામા આવે તો ૩૦૦ થી ૪૦૦ રૂપિયે કિલોના ભાવે ડ્રેગ્ન ફ્રુટ માર્કટમાં મળે છે. આ મોઘવારીંમાં ખેડૂતોનો પરિવાર પણ ન ચાલી શકે જેથી જો આ ડ્રેગ્ન ફ્રુટ જેવા પાકો લેવામા આવે તો ઓછી જમીને વધુ નફો મેળવી શકે તેમ છે આ ફ્રુટ નો ઉપાડ એટલા માટે છે કારણ કે આ ફ્રુટ ડેન્ગ્યુ, ચિકનગુનિયા,શાધા ના દુખાવો, ભલ્ડ પ્રેશર જેવી અનેક બિમારી ઓ ચપટી મા મટાડી દે છે, અને ડોકટરો પણ આ ફ્રુટનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે.

હરમાનભાઇ પટેલે તેમની બુદ્ધિ વળે પોતાની જમીનનો ઉપયોગ કરી ઓરગેનીક ખાતરનો પ્લાન્ટ ઉભો કરી પોતાના પ્લાન્ટ માંજ બનાવેલ ખાતર નો ઉપયોગ કરી ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરે છે. જેમા રાસાયણ ખાતરનો જરા પણ ઉપયોગ નથી કરી રહ્યા. આ હરમાનભાઇ ઓરગેનીક ખાતર બનાવવા ગાય ના મળ મુત્ર, ગાય નુ ધી, ગાયનુ દહી, દિવેલીનો ઘોળ અને ગોળ, કેળા જેવા અનેક વસ્તુની ભેળવી ઓરગેનીક ખાતર બનાવી ડ્રેગ્ન ફ્રુટ ની ખેતી કરી રહ્યા છે જે  ડભોઇ તાલુકાના ખેડુતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link