આ માછલી ગર્ભવતી થયા બાદ 5 વર્ષે બચ્ચાને આપે છે જન્મ, પૃથ્વી પર 42 કરોડ વર્ષથી છે તેનું અસ્તિત્વ

Mon, 27 Dec 2021-11:54 am,

coelacanth માછલી વિશે એવું માનવામાં આવે છે કે તે ડાયનાસોર યુગથી પૃથ્વી પર હાજર છે. તેની ઉંમર 100 વર્ષ હોય છે. આ માછલીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે ગર્ભધારણના પાંચ વર્ષ પછી માછલીને જન્મ આપે છે.

આ માછલી વર્ષ 1930 સુધી લુપ્ત માનવામાં આવતી હતી. બાદમાં આ માછલી રહસ્યમય રીતે દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠે જોવા મળી હતી.

આ અદ્ભુત માછલી વિશે એવું કહેવાય છે કે રાત્રે મુસાફરી કરતી વખતે તે માણસના કદની થઈ જાય છે. અત્યાર સુધી કોએલાકન્થ માછલીની માત્ર બે જ પ્રજાતિઓ મળી આવી છે.

આ માછલી વિશે એવું કહેવાય છે કે તે 50 વર્ષની ઉંમર પછી પણ ગર્ભ ધારણ કરી શકે છે. આ માછલીને પરિપક્વ થવામાં 40 થી 69 વર્ષનો સમય લાગે છે. શાર્કની જેમ, આ માછલીઓ પણ ધીમે ધીમે વૃદ્ધ થાય છે.

આ માછલી સપાટીથી 2300 ફૂટ નીચે રહે છે. આ માછલી થોડા સમય પહેલા હિંદ મહાસાગરમાં મેડાગાસ્કરના કિનારેથી પકડાઈ હતી. આ માછલી વિશે એવું કહેવાય છે કે તે લગભગ 42 કરોડ વર્ષ જૂની છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link