કાશ્મીર-મનાલી છોડીને ગુજરાતના આ જંગલમાં ફરવા નીકળી પડ્યા લોકો, આવો નજારો ક્યાંય નથી
જંગલી પ્રાણીઓને જોવા માટે સામાન્ય રીતે આપણે સૌ પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝૂ જતા હોય છે. આ ઝૂ માં નાના પાંજરાઓમાં નિર્દોષ જંગલી પશુઓને કેદ કરવામાં આવે છે અને આપણે સૌ તેને નિહાળતા હોઈએ છીએ. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે કંઇક અલગ છે. અહીંયા માણસો બસમાંથી જંગલી પશુઓ જંગલમાં મુક્ત ફરતા નિહાળી ફરી રહ્યા છે. આ દ્રશ્ય દાદરાનગર હવેલીના ડિયર સેન્ચ્યુરી પાર્કના છે. જેમાં 410 હેક્ટર જંગલ વિસ્તારમાં હરણને રાખવામાં આવ્યા છે.
જન્નત જેવા આ વિસ્તારમાં 553 જેટલા જંગલી જીવો મુક્ત રીતે વિચારતા જોવા મળે છે. પ્રવાસીઓ માટે ખાસ બસની સુવિધા આપવામાં આવે છે. જંગલી જીવો કુદરતના ખોળે મસ્તી કરતા જોવા મળે છે. દાદરા નગર હવેલી વન વિભાગ આ જીવોનું ખૂબ કાળજીપૂર્વક જતન કરે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ વન્ય જીવની તરસ છીપાવવા વિશેસ વ્યવસ્થા કરવામાં આવી છે.
દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા સંચાલિત પાર્કમાં પ્રવાસીઓ માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં પર્યટકોને વન વિભાગની સ્પેશિયલ બસોમાં લઈ જવામાં આવે છે. 410 એકર થી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ જંગલમાં ફેરવવામાં આવે છે. તો જ્યાં મુક્તમને મુક્ત રીતે વિહરતા હરણનો હરણને જોવાનો લ્હાવો પર્યટકો લેવાનું ચૂકતા નથી. અત્યાર સુધી અન્ય અભ્યારણોમાં પર્યટકોને બસમાં જ બેસી અને જંગલમાં પ્રાણીઓને વિહરતા જોવા બતાવવામાં આવે છે. જોકે આ ડિયર પાર્કમાં પર્યટકોને બસમાં જ નહીં પરંતુ જંગલમાં ખુલ્લામાં ફરતા આ સુંદર હરણોની વચ્ચે જઈ અને બસની નીચે ઉતરી અને જંગલનો અને આ પ્રાણીઓની સુંદરતાનો લ્હાવો આપવામાં આવે છે. આથી પરિવાર સાથે અને બાળકો હરણો સાથે ફોટા પડાવતા જોવા મળે છે.
આ ડિયર પાર્કમાં રાખવામાં આવેલા હરણ અને અન્ય પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલોમાં ઠેર ઠેર વિશે ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે અને આવી કાળઝાળ ગરમીમાં આ જંગલી પશુઓ અને હરણ જંગલ વચ્ચે બનાવવામાં આવેલી આ ઝુંપડીઓમાં શીતળ છાયા નીચે બેસે છે. અને આ નજારો જોઈ પ્રવાસી પણ મંત્રમુગ્ધ થઈ જાય છે અને અહીં ફરતા હરણો સાથે કેમેરામાં પોતાની તસ્વીર કંડારી તેને કાયમી સંભારણું પણ બનાવે છે.
છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વમાં જંગલોનું આડેધડ છંદન થઈ રહ્યું છે, ત્યારે વન્ય જીવોની જીવોના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. ત્યારે આવી વાઇલ્ડ સેન્ચુરી થકી વન્યજીવનનું જતન કરવામાં આવી રહ્યું છે. જેના થકી જ આજની પેઢી આ પ્રકારે વિચરતા વન્યજીવોને માણી શકે છે. હાલ ઉનાળુ વેકેશનમાં આ સેન્ચ્યુરી હવે પ્રવાસીઓથી ઉભરાઇ રહી છે અને દાદરા નગર હવેલીના પ્રવાસનને વેગ મળી રહ્યો છે.