IPL 2021 માં ધૂમ મચાવવા તૈયાર આ ગુજ્જુ ઇલેવન, જાણો કોણ છે સામેલ
અક્ષર પટેલે અત્યાર સુધી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. અક્ષર દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાનો છે. શાનદાર સ્પિન બોલિંગની સાથે તે ટીમને બેટથી પણ મદદ કરે છે.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા 2015થી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રમી રહ્યા છે. હાર્દિકે IPLની 80 મેચોમાં 159.26ની સ્ટ્રાઈક રેટ અને 29.97ની બેટિંગ એવરેજ સાથે 1,349 રન બનાવ્યા છે. જ્યારે, બોલિંગમાં પણ તેણે 42 વિકેટો લીધી છે. IPL 2015ના સારા પ્રદર્શનના કારણે હાર્દિકનું ટીમ ઈન્ડિયાની વન-ડે અને T20 ટીમમાં સમાવેશ થયો હતો. ત્યારે, IPLની 12મી સિઝનમાં હાર્દિકે 402 રન કર્યા હતા અને 14 વિકેટો ઝડપી હતી. જે એની અત્યાર સુધીની સૌથી સફળ સિઝન છે. હાર્દિક પંડ્યા મૂળ વડોદરાના છે.
હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પણ હાર્દિકથી કઈ ઓછો નથી. કૃણાલ પર એક પરફેક્ટ ઓલરાઉન્ડર છે. જો કે, કુણાલે હાર્દિકથી 1 સિઝન લેટ IPLમાં એન્ટ્રી લીધી હતી. કૃણાલ પંડ્યા 2016ની IPLથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યા છે. કુણાલે IPLની 71 મેચોમાં 1,000 રન કર્યા છે અને બોલિંગમાં 46 વિકેટો લીધી છે. ત્યારે, ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ODI સિરીઝમાં કૃણાલે ડેબ્યુ કર્યું હતું. એના જેમાં તેણે ધમાકેદાર પર્ફોમન્સ બતાવ્યું હતું. જો કૃણાલ પોતાનું આ ર્ફોમ કન્ટિન્યૂ રાખશે તો તે આ સિઝનમાં ધૂમ મચાવી શકે છે. કૃણાલ પંડ્યા મૂળ વડોદરાના છે.
રવિન્દ્ર જાડેજા ત્રીજા એવા પ્લેયર છે જેને CSK 2018માં રિટેન કર્યા હતા અને તે 2008થી IPL રમી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સ્ટાર બોલરમાંથી એક છે. જ્યારે, પણ ધોનીએ કોઈ મહત્વની પાર્ટનરશીપ તોડવી હોય. ત્યારે, તે જિમ્મેદારી લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવે છે. જે વાતના પુરાવા તેમના IPLના બોલિંગના આંકડા આપે છે. જાડેજાએ 184મેચોમાં 7.67ની ઈકોનોમી સાથે 114 વિકેટો લીધી છે. જ્યારે, જાડેજાનું પાવર હિટીંગ પણ ચેન્નઈ માટે ખૂબ મહત્વનું છે. મેચ ફિનીશર તરીકે જાડેજાએ અનેકો મેચોમાં CSKને જીત અપાવી છે. લોવર ઓર્ડર બેટ્સમેન તરીકે જાડેજાએ 184 મેચોમાં 2,159 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા મૂળ જામનગરના છે.
પૂજારાને એક ટેસ્ટ પ્લેયર તરીકે ગણવામાં આવે છે. જેના કારણે 2014થી 2020 સુધીને IPLમાં તે નહોતા રમ્યા. પણ તેમનું પાવરહિટીંગ ખૂબ સારૂ છે. તે અમે નથી કહી રહ્યા પણ તે પૂજારાના બેટિંગ સ્ટેટ્સ કહે છે. ચેતેશ્વરે 30 IPLની મેચોમાં 100ની સ્ટ્રાઈક રેટથી 390 રન કર્યા છે. પૂજારા 2010થી 2014ની સિઝનો રમ્યા હતા. ત્યારબાદ, 2021ની સિઝનથી તેઓ IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચેતેશ્વર પૂજારા મૂળ રાજકોટના છે.
આ ગુજરાતી પ્લેયર પ્રથમવાર IPLમાં ભાગ લેશે. રીપલ પટેલને 20 લાખ રૂપિયામાં દિલ્લી કેપ્ટિલ્સની ટીમે ખરિદ્યો હતા. 2019માં ગુજરાત માટે રીપલ પટેલે વિજય હઝારે ટ્રોફીમાં રમ્યો હતા. જ્યારે, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જે T20 ર્ફોમેટમાં રમાઈ છે. તેમાં પટેલે 11 મેચોની 9 ઈનિંગ્સમાં 191 રન કર્યા છે. જ્યારે, રીપલ પટેલ રાઈટ હેન્ડ બેટિંગ સાથે રાઈટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે. રીપલ પટેલ મૂળ નડિયાદના છે.
લૂકમાન ઈક્બાલ મેરીવાલા એક ફાસ્ટ બોલર છે. મેરીવાલાને દિલ્લી કેપ્ટિલ્સની ટીમે 20 લાખ રૂપિયામાં ખરિદ્યા છે. મેરીવાલ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે. જેની જરૂર દિલ્લીની ટીમનો ખાસ કરીને હતી. મેરીવાલા T20 ર્ફોમેટમાં 44 મેચો રમી છે. જેમાં, 72 વિકેટો ઝડપી છે. મેરીવાલાએ 3 T20 મેચોમાં સામે વાળી ટીમોની 5 વિકેટો ઝડપી છે. મેરીવાલા મૂળ વડોદરાના છે.
શેલ્ડન જેક્સન વિકેટ કિપર બેટ્સમેન છે. અને આ વર્ષે કોલકતા નાઈટ રાઈડર્સે તેને 20 લાખ રૂપિયામાં ખરિદ્યા છે. 34 વર્ષિય જેક્સન અગાઉ 2017માં KKR માટે 4 મેચો રમ્યા હતા. જેમાં, માત્ર 38 રન તેમણે કર્યા હતા. ત્યારબાદ, તેમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટીમમાં લીધા હતા. પણ તેમને એક પણ મેચ રમવાનો મોકો નહતો મળ્યો. ત્યારે, આ સિઝનમાં તેમને રમાડવામાં આવે તો તે સારૂ પ્રદર્શન કરી શકે છે. જેક્સન મૂળ ભાવનગરના છે.
ફાયર બ્રાન્ડ બોલર જસપ્રિત બૂમરાહ 2013થી IPLનો ભાગ છે. તેઓ અત્યાર સુધી 92 મેચો રમી ચુક્યા છે અને તેમાં તેમણે 109 વિકેટો ઝડપી છે. જ્યારે, 2020ની IPL સિઝન બૂમરાહ માટે વિશેષ રહી હતી. કેમ કે બૂમરાહે આ સિઝનમાં 15 મેચોમાં 14.96ની બોલિંગ એવરેજ સાથે 27 વિકેટો ઝડપી હતી. બૂમરાહ મૂળ અમદાવાદના છે.
ઉનડક્ટ એક લેફ્ટ આર્મ મિડીયમ પેસ બોલર છે. ઉન્ડક્ટ આ વર્ષે રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી રમશે. જયદેવે અત્યાર સુધીને IPLની 80 મેચોમાં 81 વિકેટો ઝડપી ચુક્યા છે. જ્યારે, 2017માં તેઓ રાઈસિંગ પુને સુપરજાયન્ટસ્માંથી રમ્યા હતા. ત્યારે, તેમણે 12 મેચોમાં 24 વિકેટો લીધી હતી. જે 2010થી અત્યારસુધીની તમામ સિઝનોમાંથી સારી સિઝન હતી. ઉન્ડક્ટ મૂળ પોરબંદરના છે.
ચેતન સાકરિયા લેફ્ટ આર્મ મિડીયમ પેસ બોલર છે. જેમણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કરી તમામ IPL ફ્રેન્ચાઈઝીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જેના કારણે તેમને રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ રૂપિયામાં ખરિદ્યા હતા. સાકરિયાએ પોતના 16 મેચના T20 કરિયરમાં 28 વિકેટો ઝડપી છે. ચેતમ સાકરિયા મૂળ ભાવનગરના છે.