શ્રી કૃષ્ણના સૌથી મોટા ભક્ત... હિન્દુમાં જન્મ થયો, પછી મુસ્લિમ બની, આજે આ સુપરસ્ટાર હીરોઈન છે 142 કરોડ રૂપિયાની માલકિન

Sat, 31 Aug 2024-8:18 pm,

આ કિસ્સો છે બોલીવુડની સુપરસ્ટાર હીરોઈનનો. જેણે ઈન્ડસ્ટ્રીથી લઈને રાજનીતિમાં ખુબ સફળતા મેળવી છે. આજના સમયમાં તે ભાજપના સાંસદ છે. તો હિન્દી સિનેમામાં તેમને ખુબ સન્માન મળે છે. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો પરંતુ પછી તે મુસલમાન બની ગયા. આવો જાણો આ અભિનેત્રી કોણ છે...

આ કિસ્સો હેમા માલિનીનો છે. જેનો જન્મ તો તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો પરંતુ પછી પ્રેમ પંજાબી યુવક સાથે થયો. લગ્ન માટે બંનેએ ઇસ્લામ કબૂલ કરી લીધો. આજના સમયમાં બંનેને બે દીકરીઓ અને હસ્તો-રમતો પરિવાર છે.  

હેમા માલિની સાથે લગ્ન કરતા પહેલા ધર્મેન્દ્ર પરણેલા હતા. તે સની દેઓલ અને બોબી દેઓલના માતા પ્રકાશ કૌર સાથે સંબંધમાં હતા. બાળકો પણ થઈ ગયા હતા. પરંતુ જ્યારે ધર્મેન્દ્રની મુલાકાત હેમા માલિની સાથે થઈ તો બંને પ્રેમમાં પડ્યા હતા. બંનેની પ્રથમ સાથે આવેલી ફિલ્મ તુમ હસીન મૈં જવાં હતી. ત્યારબાદ બંનેએ વર્ષ 1980માં લગ્ન કર્યા હતા.   

પરંતુ ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તે પોતાની પ્રથમ પત્નીને દગો આપે. તેવામાં તેમણે પરિવારને સત્ય જણાવ્યું. તેમણે પ્રથમ પત્નીને છુટાછેડા ન આપ્યા. પરંતુ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ સ્વીકાર્યો હતો. 

 

હિન્દુ મેરેજ એક્ટમાં પરિણીત વ્યક્તિ બીજા લગ્ન ન કરી શકે. જો કરે છે તો છુટાછેડા લેવા પડશે. તેવામાં ધર્મેન્દ્ર સાથે પોતાના બીજા લગ્નને કાયદેસર બનાવવા માટે વર્ષ 1979માં ઇસ્લામ ધર્મ અપનાવી લીધો. ત્યારે હેમા માલિનીએ પોતાનું નામ બદલી આયશા બી આર ચક્રવતી રાખી લીધું હતું. 

હેમા માલિનીની નેટવર્થની વાત કરીએ તો આજના સમયમાં 142 કરોડ રૂપિયા છે. આ જાણકારી ખુદ અભિનેત્રીએ વર્ષ 2024ની ચૂંટણી પહેલા એફિડેવિડમાં આવી હતી. 74 વર્ષીય હેમા માલિનીએ પોતાના કાર કલેક્શન વિશે પણ જણાવ્યું હતું.

હેમા માલિનીએ જણાવ્યું કે તેમની પાસે 61,53,816 રૂપિયાનું કાર કલેક્શન છે, જેમાં મર્સિડીઝ બેન્ઝ, અલ-કાજર, મારુતિ ઈકો વગેરેનો સમાવેશ થાય છે. મોટર બાઈક ઉપરાંત તેના પતિ પાસે રેન્જ રોવર, મહિન્દ્રા બોલેરો પણ છે.

હેમા માલિકીની ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે આસ્થા છુપાયેલી નથી. તે દર વર્ષે જન્માષ્ટમીના પર્વ પર ક્લાસિકલ ડાન્સથી ફેન્સને મંત્રમુગ્ધ કરી દે છે. તે આ વર્ષે પણ યશોદા મૈયા બની સ્ટેજ પર શાનદાર પરફોર્મંસ આપતા જોવા મળ્યા હતા. તે અસલી જિંદગીમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link