પહેલા પતિને છૂટાછેડા આપીને છુપી રીતે મુસ્લિમ બની આ હિન્દુ અભિનેત્રી, હવે પહેરે છે હિજાબ, ઈદ પણ ઉજવી

Wed, 04 Sep 2024-6:58 pm,

પુણેમાં જન્મેલી આ હસીના કોઈ અન્ય નહીં દીપિકા કક્કર છે. પુણે બાદ દીપિકાએ મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે આશરે ત્રણ વર્ષ સુધી ઝેટ એરવેઝમાં કામ કર્યું હતું. પરંતુ કેટલાક સ્વાસ્થ્ય કારણોને લીધે તેણે નોકરી છોડી દીધી અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. 2010માં દીપિકાનો પ્રથમ શો 'નીર ભલે તેરે નૈના દેવી' હતો. ત્યારબાદ 'અગલે જનમ મોહે બિટિયા હી કીજો' હતો. ત્યારબાદ દીપિકાને 2011માં તેના જીવનનો સૌથી મોટો શો મળ્યો, જેના દ્વારા તે ટોપ અભિનેત્રી બની ગઈ હતી. આ શો હતો સસુરાલ સિમર કા.  

આ શોમાં દીપિકાએ સિમર ભારદ્વાજનું પાત્ર છ વર્ષ સુધી ભજવ્યું હતું. દીપિકા આ શોમાં ક્યારેક માખી પણ બની હતી. ત્યાં સુધી કે શોમાં દીપિકા માતા રાનીને તે રીતે બોલાવતી હતી કે દર્શકોને પણ લાગતું હતું કે માતા રાની સિમરની દરેક ઈચ્છા પૂરી કરે છે. દીપિકા આ શોથી ખુબ ખુશ હતી, પરંતુ તેના અંગત જીવનમાં ઉથલ-પાથલ ચાલી રહી હતી.  

વાસ્તવમાં જ્યારે દીપિકા જેટ એરવેઝમાં કામ કરતી હતી ત્યારે તેની મુલાકાત પાયલટ રૌનક સેમસન સાથે થઈ હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને વર્ષ 2011માં લગ્ન કરી લીધા. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને સિમર શો દરમિયાન બંનેના છૂટાછેડા થઈ ગયા. તે સમયે સમાચાર આવ્યા હતા કે રૌનક દીપિકાને મારતો હતો. જેના કારણે બંને અલગ થઈ ગયા. એવા પણ અહેવાલો હતા કે દીપિકાના પ્રથમ લગ્ન તૂટવાનું કારણ શોમાં તેનો મુખ્ય અભિનેતા શોએબ ઈબ્રાહિમ હતો.  

'સસુરાલ સિમર કા' દરમિયાન દીપિકા અને શોએબ નજીક આવ્યા હતા. પરંતુ બંને વચ્ચે ધર્મની દીવાલ હતી. પરંતુ પહેલા પતિ સાથે છૂટાછેડા બાદ દીપિકા આગળ વધી અને તેણે ધર્મ બદલી લગ્ન કરી લીદા હતા. દીપિકા ઇસ્લામ ધર્મ સ્વીકારી ફૈઝા ઇબ્રાહિમ બની ગઈ. તે સમયે તેને ખુબ ટ્રોલ પણ કરવામાં આવી હતી. દીપિકાએ પહેલા તો ધર્મ બદલવાની વાત છુપાવી હતી.

પરંતુ લાંબા સમય બાદ તેણે મીડિયા સામે સ્વીકાર કર્યો કે તેણે પોતાનો ધર્મ બદલી લીધો છે અને તેના પર કોઈનો દબાવ નહોતો. દીપિકા હિન્દુ ધર્મ છોડી સંપૂર્ણ રીતે મુસ્કિલ બની ગઈ છે. હવે તે ન સિંદૂર લગાવે છે, ન કોઈ હિન્દુ તહેવારોની ઉજવણી કરે છે. બીજીતરફ તે ઈદની ઉજવણી કરે છે.

શોએબ સાથે નિકાહ કર્યા બાદ દીપિકા બિસ બોસ 12માં આવી અને જીતી હતી. દીપિકા અને શોએબના લગ્નને 6 વર્ષ થઈ ગયા છે અને બંનેને એક પુત્ર રૂહાન છે. અત્યારે અભિનેત્રી એક્ટિંગથી દૂર છે અને પારિવારિક જીવન એન્જોય કરી રહી છે. પરંતુ તે હંમેશા કહે છે કે સારા પ્રોજેક્ટ મળશે તો જરૂર કામ કરશે. પરંતુ તે પોતાની યૂટ્યૂબ ચેનલ દીપિકા કી દુનિયામાંથી સારી કમાણી કરે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link