આ છે અમદાવાદની એક માત્ર Pet Friendly રેસ્ટોરન્ટ, કંઇક આવી છે સુવિધા અને વિશેષતા

Wed, 13 Feb 2019-9:25 pm,

પ્રથમ દિવસે તમે અહીં વિવિધ ઓલાદના કૂતરા જોવા મળશે તેવી અપેક્ષા છે. આ ખાસ પ્રસંગે વર્તુણુંકશાસ્ત્રીઓ કૂતરાના આજ્ઞાપાલન તથા ખાસ પ્રસંગે તેમને અપાતી સૂચનાઓ અંગે અંગે ઘણી વાતો કરશે.

તમે તમારા વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને અન્ય સાથી પેટ ઓનર્સ સાથે સમય ગાળી શકશો અને ગરમા ગરમ કોફી પીતી વખતે તમારા કૂતરા અંગે ગમતી કે નહી ગમતી વાતો કરી શકશો. આજથી ડોગ ઓનર્સ પેજ વનની બેકીંગ એડીશનમાં સમય ગાળવા આવી શકશે. 

અહીની ઈન-હાઉસ કૂલીનરી ટીમ મારફતે તૈયાર થતુ અને તમારા પ્રિય સાથીદારને મોંમાં સ્વાદ રહી જાય તેવુ પીરસવામાં આવતું ભોજન આ કન્સેપ્ટ કાફેની અનોખી બાબત છે. અહીં સ્વાદિષ્ટ વેનિલા આઈસક્રીમથી માંડીને શેકેલાં સ્વાદિષ્ટ બિસ્કીટ છે. કેરટ અને મધ વડે તૈયાર કરેલી હોલ વ્હીટ કપ કેક તથા દરેક કૂતરાને ગમી જાય તેવુ ભોજન ઉપલબ્ધ છે.    

શહેરના મધ્ય ભાગમાં આવેલી આ હોટેલ શાંત વાતાવરણ ધરાવે છે. અને તમને શહેરની ધમાલથી અળગા રાખે છે. તમારા પાલતુ પ્રાણીઓ માટે પૂરતી ખુલ્લી જગા અને સલામતીની જોગવાઈઓ ધરાવતુ આ કાફે પાલતુ પ્રાણીઓ માટે બોલ્સ અને બેન્સથી રમવા માટે તથા ત્યાં મુકેલા વૉટર બાઉલ્સથી તરસ છીપવવાની સગવડ પૂરી પાડી રહ્યું છે. 

અમદાવાદીઓ માટે હવે આ સ્થિતિ સુધરીને બહેતર બની રહી છે. પેજ વન રેસ્ટોરન્ટ એન્ડ કાફે એન્ડ હોટેલ્સ બેંકવેટસની સેમી ઓપન એર કાફે બેકીંગ એડીશન તમારા વફાદાર મિત્ર માટે દરવાજા ખુલ્લા મૂકી રહી છે. હવે કુતરાઓ પણ તેમના માલિક સાથે આ જગ્યાએ જમવા માટે આવી શકશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link