PICS : આ પ્રોફેસરને જોઈને દિમાગની બત્તી થઈ જશે ગુલ, એકદમ છે અમિતાભની કોપી
પ્રોફેસર પેડવાલ અનેક કોર્પોરેટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેઓ કેટલીક એડમાં પણ કામ કરી ચૂક્યા છે અને અનેક કાર્યક્રમોમાં અમિતાભના ડુુપ્લિકેટ તરીકે હાજરી આપે છે.
સીઆરઆઇ સાથે થયેલી ખાસ વાતચીતમાં પ્રોફેસર પેડવાલએ જણાવ્યું છે કે તેઓ 1991થી અમિતાભ બચ્ચનના અવાજની નકલ કરી રહ્યા છે. તેઓએ દસ વર્ષ પહેલાં અમિતાભ જેવો ગેટઅપ અપનાવ્યો હતો.
પ્રોફેસર પેડવાલ અનેક જાહેરાતોમાં કામ કરી ચુક્યા છે. તેઓ હાલમાં બે મરાઠી ફિલ્મોમાં કામ કર્યા પછી હવે હિન્દી ફિલ્મોમાં કામ કરવાના છે. તેમના ટીક ટોક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
ભવિષ્ય વિશે પ્રોફેસર પેડવાલે કહ્યું છે કે તે અમિતાભ બચ્ચનના લુક સાથે સામાજિક કાર્ય પણ કરવા ઇચ્છે છે.
પ્રોફેસર શશિકાંત એક વૃદ્ધાશ્રમની પણ સ્થાપના કરવા ઇચ્છે છે જે દેશના યુવાનો તેમજ વૃદ્ધ લોકો સાથે મળીને ચલાવશે. (ફોટો સાભાર : તમામ તસવીરો ઇન્ટાગ્રામ પરથી લેવાઈ છે)