Belly Fat: પેટ પર જામેલા ફેટને ઓગાળી નાખશે આ નુસખો, બસ થોડા દિવસ જ કરવાનું છે આ કામ

Sat, 04 Jan 2025-2:32 pm,

દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી પાચન તંત્ર સારું રહે છે અને પેટ પર જામેલી ચરબી ઓછી થાય છે. જો શક્ય હોય તો હુંફાળું પાણી પીવાનું રાખવું. તેનાથી ચરબી ઝડપથી ઓગળશે. 

પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો દિવસમાં 30 મિનિટ એક્સરસાઇઝ કરવી. 30 મિનિટ દરમિયાન તમે એક્સરસાઇઝમાં વોકિંગ, રનીંગ કે પછી સાયકલિંગ પણ કરી શકો છો. આ ઉપરાંત યોગ કરવાથી પણ ચરબી ઓછી કરી શકાય છે. 

પેટની ચરબીને ઝડપથી ઓગાળવા માટે ડાયટમાં પૂરતા પ્રમાણમાં ફળ, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનનો સમાવેશ કરો. આ સાથે જ તળેલી વસ્તુઓ, ફાસ્ટફૂડ અને કોલ્ડ્રિંક્સ પીવાનું ટાળો. 

દિવસ દરમિયાન સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન ત્રણથી ચાર કલાકના અંતરે કરવું જોઈએ. એક મીલ લીધા પછી ત્રણથી ચાર કલાકના ગેપ પછી જ બીજું મીલ લેવું. તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરશે અને ખાધેલો ખોરાક બરાબર પચશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link