2023માં આ વેબ સિરીઝ મચાવશે ધમાલ, દર્શકો જોઇ રહ્યા છે આતુરતાથી રાહ....

Thu, 29 Dec 2022-10:31 pm,

પંચાયતની સેકન્ડ સિઝન રિલીઝ થયા બાદ તેના કેરેક્ટર્સ અને ડાયલોગ સોશિયલ મીડિયા પર છવાયા છે... બિનોદનો અભિનય હોય કે, સચિવજીનો અભિનય... પરંતુ મોટા ભાગના દર્શકો સિઝન 3માં સચિવજીની લવસ્ટોરીની રાહ જોઇ રહ્યા છે... 

મિર્ઝાપુરની બન્ને સિઝન દર્શકોને ખૂબ પસંદ પડી હતી... કાલિન ભૈયા અને ગુડ્ડુની કહાની ફરી એકવાર દર્શકો માટે નવા રંગ લઇને આવી રહી છે... રિપોર્ટ અનુસાર મિર્ઝાપુર 3નું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે હવે સિરીઝ પ્રોડક્શનના સ્ટેજ પર છે... 

સિંઘમ, સૂર્યવંશી અને સિંઘમ 2 બાદ રોહિત શેટ્ટી હવે સિરીઝ બનાવવા જઇ રહ્યા છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરય નજરે પડી શકે છે. આ સિરીઝમાં સિદ્ધાર્થ પોલીસ ઓફિસરના રૉલમાં જોવા મળશે.

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરા મંડી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઇ રહી છે. સંજય લીલા ભણસાલી હીરા મંડી સિરીઝને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ માને છે. આવા જ માહિતીસભર વીડિયો જોવા માટે જોડાયેલા રહો ઝી24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે...

ફેમેલી મેનમાં ફરી એકવાર મનોજ બાજપેયીનો નવો અંદાજ જોવા મળશે... સિઝન 2 પરથી અંદાજ લગાવી શકાય કે, આગામી સિઝનમાં કોરોના મહામારીનો કોન્સેપ્ટ હોઇ શકે છે...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link