બાળકોને યોગના આ ચાર આસન કરાવો, સ્વાસ્થ્ય માટે થશે સારો ફાયદો
અભ્યાસ માટે એકાગ્રતા જરૂરી છે. બાળકોના મનને એકાગ્ર કરવા માટે તાડાસન યોગનો અભ્યાસ કરાવો. તાડાસનથી બાળકોની શ્વાસ લેવાની ક્ષમતા વધે છે. તાડાસનનો યોગાભ્યાસ એનર્જી લેવલ વધારવામાં પણ મદદ કરે છે. યોગાસનથી તેમનો મૂડ સારો રહે છે અને ઊંચાઈ પણ વધે છે.
પરીક્ષા દરમિયાન બાળકો તણાવમાં આવી શકે છે. ત્યાં જ બીજી બાજુ આખો દિવસ બેસીને અભ્યાસ કરવાથી શરીરમાં દુઃખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં, વૃક્ષાસન યોગનો અભ્યાસ માનસિક શાંતિ એટલે કે તણાવ ઘટાડવા અને શરીરના દુખાવામાં રાહત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બાળકોએ સવારે વૃક્ષાસન યોગ કરવો જોઈએ.
અધોમુખશ્વાસનનાં અભ્યાસથી શરીરમાં લચીલુપણુ આવે છે. ઉત્સાહ વધે છે અને સુસ્તી દૂર થાય છે. આ આસન કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે. તેનાથી બાળકોના હાથ-પગ પણ મજબૂત થાય છે. કેટલીકવાર બાળકોને અભ્યાસ કરતી વખતે ઊંઘ આવે છે. આ આસનથી તેના માથામાં રક્ત પરિભ્રમણ વધે છે, મગજમાં યોગ્ય રીતે ઓક્સિજન પહોંચે છે અને એકાગ્રતા વધે છે.
જ્યારે બાળકો સતત અભ્યાસ કરે છે ત્યારે તેમને આખો દિવસ બેસી રહેવું પડે છે. જેના કારણે તેમની પીઠ પર દબાણ આવે છે. કમરના દુઃખાવાની પણ શક્યતા રહે છે. પરંતુ ધનુરાસનનો અભ્યાસ બાળકોની પીઠને મજબૂત બનાવે છે. તેમના હાથ અને પીઠના દુઃખાવામાં પણ રાહત મળે છે અને શરીરમાં લચીલાપણું આવે છે.