Article 370: કોણ છે તે 5 જજ જેને સંભળાવ્યો આર્ટિકલ 370 પર `સુપ્રીમ` ચૂકાદો
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ:- ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટમાં 13 મે 2016 ના રોજ તેમની નિમણૂક પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ અને મહારાષ્ટ્ર ન્યાયિક એકેડેમીના ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, નવી દિલ્હીમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ સાથે બીએ, કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી, હાર્વર્ડ લો સ્કૂલ, યુએસએમાંથી એલએલએમની ડિગ્રી અને ન્યાયશાસ્ત્રમાં ડોક્ટરેટ (એસજેડી) ની ઉપાધિ પ્રાપ્ત કરી છે.
જસ્ટિસ સંજય કિશન કૌલ જસ્ટિસ સંજય કિશન કૌલે 1976 સુધી મોર્ડન સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો અને 1979માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમણે 1982માં કેમ્પસ લો સેન્ટર, દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. તેઓ 17.02.2017 ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા.
જસ્ટિસ સંજીવ ખન્ના:- 18 જાન્યુઆરી 2019 ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે પ્રમોટ થયા. તેઓ 13 મે 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. 2005માં તેમને દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી અને 2006માં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.
જસ્ટિસ બી આર ગવઈ:- 24 મે, 2019 ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટના જજના રૂપમાં બઢતી મળી. 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્ત થવાનું નિર્ધારિત છે.
જસ્ટિસ સૂર્યકાંત 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. તેઓ 09 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેઓ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં જજ અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.