આ પાંચ સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ન ખાવું કેળું, ફાયદો થવાને બદલે થશે નુકસાન
જે વ્યક્તિને બ્લડ સુગર હાય રહેતું હોય તેમણે કેળું ખાવું નહીં. કારણ કે કેડામાં નેચરલ શુગર વધારે હોય છે તેના કારણે ડાયાબિટીસના દર્દીનું શુગર લેવલ વધી શકે છે.
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. તેવામાં કિડની ની તકલીફ હોય તેવા લોકો માટે કેળું હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી કિડની સંબંધિત તકલીફ હોય તેમણે કેળાનું સેવન કરવું નહીં.
જે લોકોને વારંવાર પેટમાં ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તેમણે પણ કેળાનું સેવન ટાળવું જોઈએ. કેળું ખાવાથી આ તકલીફ વધી શકે છે.
ઘણા લોકો એવા હોય છે જેમને કેળાથી એલર્જી હોય છે આવી સ્થિતિમાં કેળું ખાધા પછી જો તમને પીત્ત, શરીરમાં સોજા કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ખેડૂત ખાવાનું ટાળવું જોઈએ.
અસ્થમાના દર્દીઓએ પણ કેળું ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે કેળુ ખાવાથી તેમની તકલીફ વધી શકે છે.