એકસાથે ગુજરાતમાં તૂટી પડશે ત્રણ મોટી આફત! આ અઠવાડિયા માટે અંબાલાલ પટેલની ભયાનક આગાહી
ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.
રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય પરંતુ કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાઇ રહ્યુ છે. આ સાથે હવામાનમાં ભેજ આવી રહ્યો છે જેથી તાપમાન વધશે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં તાપમાન ઉંચકાશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આજે ગાંધીનગરમાં સૌથી ઓછું 11.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન રહેશે. તો દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે. પવનની ગતિ 15 કિમી આસપાસ રહેશે.
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે, પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેશે. કોઈ કોઈ જગ્યાએ એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન થયું છે. તો નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું છે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું.
તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.