Photos : મુંબઈના 2 ગુજરાતીઓ સાઈકલથી કરે છે એવી સેવા, જે કોઈએ વિચારી પણ નહિ હોય

Wed, 20 Feb 2019-12:06 pm,

ચાર્વી લોહિયા કહે છે કે, લોકોને યોગા શીખવાડતા શીખવાડતા મને એ વાતનો અહેસાસ થયો કે, મારી ત્યાં યોગા શીખવા માટે આવનાર મોટાભાગની મહિલાઓ છે, જે પોતાના પરિવાર સાથે ગાડીમાં આવે છે, અથવા તો ચાલીને આવે છે. આ વાતથી મને ‘મેં ચલાઉંગી’ અભિયાનનો વિચાર આવ્યો. ચર્વીને આ કામમાં પોતાના મિત્ર ચિરાગ શાહનો સાથ મળ્યો. ગત ઓક્ટોબર મહિનાથી બંનેએ મહિલાઓને સાઈકલ શીખવાડવાની શરૂઆત કરી. આ બંનેએ જ્યારે આ કામ શરૂ કર્યું, તો માત્ર એક જ મહિલા જ શીખવા માટે આગળ આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ અનેક મહિલાઓ આવવા લાગી. આજે આ સંખ્યા 20થી વધુ થઈ ગઈ છે. 

આ બંને શનિવાર અને રવિવારે સાંજે 2 કલાક મહિલાઓને સાઈકલ ચલાવવાનું શીખવાડે છે. પહેલા સાઈકલ શીખવાડવા માટે થાણે વિસ્તારની જ મહિલાઓ આવતી હતી. હવે તો ડોંબીવલી અને કલ્યાણની મહિલાઓ પણ આવે છે.

આ અભિયાન અંતર્ગત ન માત્ર સાઈકલ ચલાવવાનું શીખવાડવામાં આવે છે, પરંતુ જેમની પાસે સાઈકલ નથી, તેમને સાઈકલ પણ આપવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ તેમના પતિ અને સંતાનો સાથે આવે છે, જેથી તેઓ પણ મહિલાઓનો ઉત્સાહ વધારવાનું કામ કરે છે. 

ચર્વીનું કહેવું છે કે, મહિલાઓને સાઈકલ ચલાવતા જોઈને મને બહુ જ સારું લાગે છે. તેનાથી ન માત્ર મહિલાઓની હિંમત વધે છે, પરંતુ તેમનામાં એક નવો આત્મવિશ્વાસ પણ પેદા થાય છે. ચર્વીના મિત્ર ચિરાગનું કહેવું છે કે, અમને જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે, તે જોતા આગામી દિવસોમાં ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મહિલાઓને સાઈકલ શીખવાડશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link