હવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજથી સાત દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે...આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે...આવતીકાલની વાત કરીએ તો કાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને કચ્છમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બુધવાર 24 જુલાઈએ નવસારી, સુરત, વલસાડ, દમણ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુરૂવાર એટલે કે 25 જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે યલો એલર્ટની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં શુક્રવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, છોડાઉદેપુર અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે. આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે. 22-23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નદીના જળ સ્તર વધી શકે છે. જેમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 24-25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. તો 2 થી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે.
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.