18 થી 21 સપ્ટેમ્બરનો વરસાદી ચાર્ટ, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ
આવતીકાલે 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો આવતીકાલે ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગ,ર અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે.
20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે.
આ દિવસે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.