PHOTOS: દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં PM મોદી, આયુષ્યમાન ખુરાના સામેલ

Wed, 23 Sep 2020-1:40 pm,

દુનિયાભરના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ટાઈમે આ વર્ષે લગભગ બે ડઝન જેટલા નેતાઓને સામેલ કર્યા છે જેમનો કોઈને કોઈ રીતે દુનિયાભરમાં પ્રભાવ રહ્યો છે. આ યાદીમાં પીએમ મોદી એકમાત્ર ભારતીય રાજકીય નેતા છે. લખ્યું છે કે લોકતંત્રમાં જેને સૌથી વધુ મત મળ્યા તે જ સૌથી મોટા નેતા છે. 

વધુમાં લખ્યું છે કે લોકતંત્રના અનેક પહેલુ છે જેમાં જેમણે જીતેલા નેતાને મત નથી આપ્યા તેમના હકની પણ વાત હોય છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જ્યાં દરેક ધર્મના લોકો રહે છે. 

આ યાદીમાં બોલિવૂ઼ડના અભિનેતા આયુષ્યમાન ખુરાનાનું નામ પણ સામેલ છે. ટાઈમની આ યાદીમાં ભારતીય મૂળના સુંદર પિચાઈનું પણ નામ છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર કમલા હેરિસ પણ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો  બિડેન પણ છે. અન્ય નેતાઓમાં એન્જેલા મર્કલ, નેન્સી પોલોસી જેવા મોટા નેતાઓ પણ સામેલ છે. 

આ યાદીમાં શાહીન બાગમાં થયેલા નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનનો ચહેરો બનેલા બિલ્કિસ દાદીનું પણ નામ છે. નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દિલ્હીમાં શાહીન બાગમાં પ્રદર્શન થયું હતું. જ્યાં શાહીન બાગના દાદી તરીકે દુનિયામાં નામના મેળવી હતી. 82 વર્ષના દાદીને ટાઈમે પ્રભાવશાળી વ્યક્તિઓની પોતાની યાદીમાં જગ્યા આપી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link