બહુ આવે છે વીજળીનું બિલ? આ 5 બાબતોનું રાખું ધ્યાન...બિલમાં થશે ધરખમ ઘટાડો!
જ્યારે પણ તમે કોઈ રૂમમાંથી બહાર નીકળો ત્યારે સુનિશ્ચિત કરો કે કોઈ લાઈટ કે પંખો ચાલુ ન રહે. કોઈ કારણ વગરમાં ઘરમાં ઉપકરણ ચાલુ ન રાખો. ટીવી જેવા ઉપકરણોનો ઉપયોગ ન થતો હોય તો રિમોટથી બંધ ન કરો પરંતુ સ્વિચથી બંધ કરો.
જ્યારે પણ તમે ઘર માટે કોઈ નવું એપ્લાયન્સિસ ખરીદો તો તેના પર સ્ટાર રેટિંગ ખાસ જુઓ. સ્ટાર રેટિંગ એક સ્ટાન્ડર્ડ છે જે ઉપકરણની ઉર્જા દક્ષતાને દર્શાવે છે. જેટલા વધુ સ્ટાર રેટિંગ હોય તે ઉપકરણ એટલા જ વધુ ઉર્જા કુશળ હોય છે અને એટલી જ ઓછી વીજળી ખર્ચાય છે.
LED બલ્બ જૂના બલ્બની સરખામણીમાં ખુબ વધુ ઉર્જા કુશળ હોય છે. તેઓ વીજળી ખર્ચમાં લગભગ 75 ટકા સુધી બચત કરી શકે છે. તેનો અર્થ એ છે કે LED બલ્બનો ઉપયોગ કરવાથી તમારા વીજળી બિલમાં વાર્ષિક ઘણો ફાયદો થઈ શકે છે.
ફ્રિજનું તાપમાન જેટલું ઓછું હશે એટલી જ વિજળી ઓછી ખર્ચાશે. આથી ફ્રિજનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયેસથી 7 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખો.
એસીનો ઉપયોગ સામાન્ય વાત છે. પરંતુ એસીનું યોગ્ય તાપમાન સેટ કરવું ખુબ જરૂરી છે. જો તમે એસીનું તાપમાન બહુ લો રાખતા હોવ તો તેનાથી પણ વીજળી વપરાય છે અને શરીરને પણ નુકસાન પણ થઈ શકે છે. એક્સપર્ટ્સ માને છે કે એસીનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ. તેનાથી વિજળીનો ખર્ચો ઓછો થાય છે અને માણસના શરીર માટે પણ સારું રહે છે.