દયાભાભી પર માં `લક્ષ્મી`ના છે ચાર હાથ, એક્ટિંગથી દુર છે છતાં પણ કમાણી છે લાખોમાં
દિશા વાકાણીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી દિશાએ તેમની કરિયરની શરૂઆત 1997થી કરી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ કમસિન:ધ અનટચ્ડ હતી. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘારાવાહિક પહેલા ખીચડી, આહટ, રેશમ ડંક સહિતની અનેક સિરિયલમાં કામ કર્યું. તે માત્ર એક આલિશાન ઘરની જ માલિકન જ નહીં, પરંતુ તેની પાસે ઘણી મોટી અને શાનદાર કાર પણ છે. તેના કાર કલેક્શનમાં બીએમડબલ્યુથી લઇને મર્સિડીઝ જેવી કાર સામેલ છે. તેના પતિ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
'જેઠાલાલ'ના પાત્રમાં જોવા મળેલા દિલીપ જોશી હજુ પણ આ શોનો એક ભાગ છે. જ્યારે 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણીએ શો છોડ્યાને 5 વર્ષ થઈ ગયા છે. દિશા વાકાણીએ 9 વર્ષ સુધી 'દયાબેન' બનીને દર્શકોના દિલ પર રાજ કર્યું. ભલે આ અભિનેત્રી છેલ્લા 5 વર્ષથી પડદાથી દૂર છે, પરંતુ આજે પણ દર્શકો તેને ભૂલી શક્યા નથી. કદાચ આ જ કારણ છે કે 5 વર્ષ પછી પણ 'દયાબેન'ને શોમાં રિપ્લેસ કરવામાં આવી નથી. શોના નિર્માતાથી લઈને દર્શકો હજુ પણ દિશાની 'દયાબેન' તરીકે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
દિશા વાકાણી ભલે વર્ષોથી ટીવીથી દૂર હોય, પરંતુ આજે પણ આ અભિનેત્રી ટીવીની સૌથી સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ સાથે દિશા કરોડોની માલકિન પણ છે. 9 વર્ષ સુધી મુખ્ય ભૂમિકા ભજવનાર દિશા વાકાણી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક એપિસોડ માટે દિશા લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરોડોની પ્રોપર્ટીની માલકિન છે દિશા - દિશા વાકાણીની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 37 કરોડ રૂપિયા છે. દિશાએ આ પ્રોપર્ટી ફિલ્મો, જાહેરાતો અને અન્ય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ બનાવી છે.
દિશા વાકાણીએ વર્ષ 2015માં મયુર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. 2017માં દિશાએ મેટરનિટી લીવ લીધી હતી, જેના પછી તે આજ સુધી શોમાં પાછી આવી નથી. તમને જણાવી દઈએ કે, દિશાએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો અને ગયા વર્ષે આ અભિનેત્રી એક પુત્રની માતા પણ બની છે. દિશા વાકાણીએ હિન્દી ફિલ્મમાં પણ નાના-મોટા રોલ કર્યો છે. જે ફિલ્મોમાં તેનો બહુ નાનો રોલ હતો. દીશા ઘણી ફેમસ એક્ટર છે અને હાલમાં પોતાની ગૃહસ્થી સંભાળી રહી છે.