Pics : ઘરના આ ખૂણામાં માત્ર 20 મિનીટ વિતાવવાથી ટેન્શન થઈ જશે છૂમંતર
જો તમે કોઈ કારણે તણાવમાં છો અને ઈચ્છો છો કે તે જલ્દીથી દૂર થઈ જાય તો તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. એવી જગ્યાઓ જે પ્રકૃતિનો અહેસાસ કરાવે, ત્યાં માત્ર 20 મિનીટ સમય વિતાવવાથી તમારા તણાવના સ્તરમાં ઘટાડો થઈ શકે છે. રિસર્ચમાં સામે આવ્યું કે, નેચર પિલ્સ માનવ માનવીના હેલ્થ માટે અસરકારક ભૂમિકા ભજવે છે.
આ રિસર્ચ જનરલ ફ્રન્ટિયર્સ ઈન સાઈકોલોજીમાં પ્રકાશિત થયું છે. અમેરિકાના મિશિગન યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર મૈરીકોરલ હંટરના જણાવ્યા અનુસાર, આપણે બધા જ જાણીએ છીએ કે તણાવમાં ઘટાડો લાવી સકાય છે. પરંતુ હજુ સુધી એ માલૂમ પડ્યું નથી કે, તેના માટે કેટલો સમય પૂરતો હોય છે. આપણે એવું કેટલો સમય કરીએ અને કેવા પ્રકારનો પ્રાકૃતિક અનુભવ આપણા માટે ફાયદાકારક છે.
હંટરે પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમનું રિસર્ચ જણાવે છે કે, તણાવવાળા હોર્મોન કોર્ટીસોલનું સ્તર પર્યાપ્ત રીતે કામ કરવા માટે આપણે 20 થી 30 મિનીટ એવી જગ્યાએ બેસવાનું રહેશે, ચાલવાનુ રહેશે, જ્યાં પ્રકૃતિનો હોવાનો અહેસાસ થાય.
નેચર પિલ્સ, ઓછા ખર્ચાવાળો આ એક એવો ઉપાય છે, જે વધતા ઔદ્યોગિકરણ અને ટીવી વગેરેને જોવાથી અને ઘરમાં બંધ રહેવાને કારણે આપણી હેલ્થ પર પડી રહેલી ખરાબ અસરથી આપણને બચાવે છે.