Post Delivery Weight loss: ડિલિવરી પછી ઝડપથી ઘટશે વધેલું વજન, ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ
ઓટ્સ કેલ્શિયમ, આયરન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. કે શરીરની જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે અને વજન પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડિલિવરી પછી નાસ્તામાં ઓટ્સનું સેવન કરી શકાય છે.
દાળનું સેવન કરવું માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. દાળ સંતુલિત આહાર છે જેમાં ફાઇબર, પ્રોટીન અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. ડીલીવરી પછી નિયમિત રીતે ખીચડીમાં કે સૂપ તરીકે અલગ અલગ દાળનું સેવન કરવું જોઈએ.
બદામ એવું ડ્રાયફ્રુટ છે જે વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ બદામમાં મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ જેવા તત્વો પણ હોય છે જે ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે.
હળદર રસોઈનો રંગ અને સ્વાદ વધારવાની સાથે ડિલિવરી પછી વેટ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. હળદરમાં વિટામીન બી6, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે અને શરીરની અંદરના સોજા પણ ઉતરે છે
ડિલિવરી પછી દિવસમાં શક્ય હોય ત્યાં સુધી હુંફાળા પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ખોરાકનું પાચન સારી રીતે થઈ જાય છે પરિણામે વજન પણ નિયંત્રણમાં રહે છે.