Summer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં
ઉનાળામાં ઘઉંના લોટને બદલે અન્ય અનાજના લોટની રોટલી ખાવી જોઈએ. આ અનાજ શરીરને ઠંડક આપે છે અને તેનાથી ઉનાળામાં થતી પાચનની સમસ્યા પણ થતી નથી. જેને લીધે તમને અકળામણ ઓછી થશે.
બેસન અથવા તો ચણાનો લોટ ઉનાળા માટે બેસ્ટ છે. તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે. ચણાના લોટની તાસીર ઠંડી હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન કરવાથી ગરમીના કારણે થતી સમસ્યાઓ થતી નથી. જે તમને ફાયદો કરાવશે
જુવારનો લોટ પણ ઉનાળામાં ખાવા માટે બેસ્ટ છે. જુવારનો લોટ ખાવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે. આ લોટમાં વિટામીન બી, પ્રોટીન અને જરૂરી મિનરલ્સ હોય છે. ઘઉંની જેમ જુવારના લોટની રોટલી બનાવીને ખાઈ શકાય છે.
રાગી પણ એક પ્રકારનું અનાજ છે. તેના લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. રાગીની તાસીર પણ ઠંડી હોય છે. તેમાં પોષકતત્વો પણ ભરપુર માત્રામાં હોય છે. તે શરીરને અંદરથી ઠંડક આપે છે. જે તમને ગરમીમાં મોટી રાહત આપશે.