ભયે પ્રકટ કૃપાલા દીનદયાલા : સાડા પાંચસો વર્ષ પછી રામલલ્લા નિજમંદિરે વિરાજમાન
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા આખરે થઈ ગઈછે. 5 વર્ષનાં રામલલ્લાનું સ્વરૂપ અતિ દિવ્ય લાગી રહ્યું છે. મંદિરના કપાટ ખુલતા જ ‘રઘુપતિ રાઘવ રાજારામ...સબકો સદબુદ્ધિ દે ભગવાન’ ભજનથી આખું મંદિર રામમય બન્યુ હતું. તો આ ક્ષણે હેલિકોપ્ટરથી સમગ્ર મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા બાદ અદભૂત રામ લલ્લાના દર્શન થયા. રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા છે. હાલ આખો દેશ તેમના આ અલૌકિક બાળ સ્વરૂપના દર્શન કરી રહ્યું છે. રામલલ્લાને 5 કિલો સોનાનો મુગટ પહેરાવાયો છે. તો કાનમાં સોનાનાં કુંડળ અને કરધન હાર સાથે અલૌકિક શ્રૃંગાર કરાયો છે.
પીએમ મોદીએ ગર્ભગૃહમાં પૂજાવિધિ કરાઈ હતી. તેના બાદ રામ લલ્લાના અનુષ્ઠાન કરાયા હતા. આ બાદ તેમણે રામ લલ્લાની આરતી ઉતારી હતી. તેમણે રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા હતા. આ ક્ષણે પીએમ મોદી બહુ જ ભાવુક થઈ ગયા હતા.
ગર્ભગૃહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.
રામલલાની મૂર્તિનું વજન 200 કિલો, રામલલાની નવી મૂર્તિની વય હજારો વર્ષની, ચંદન-કંકુ લગાવવાથી પ્રતિમાની ચમક ઓછી નહીં થાય. મૂર્તિની ઉપર મુકુટ અને આભામંડલ છે. શ્રી રામની ભૂજાઓ ઘૂંટણ સુધી લાંબી છે. મસ્તક સુંદર, આંખો મોટી અને ભવ્ય કપાળ છે. કમળ પર ઊભી મુદ્રામાં મૂર્તિના હાથમાં ધનુષ અને તીર છે. એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે મૂર્તિ. અંદાજે 4.25 ફૂટ ઊંચી અને 3 ફૂટ પહોળી પ્રતિમા છે. પ્રતિમામાં આજુબાજુ ભગવાન વિષ્ણુના 10 અવતાર દર્શાવાયા છે. સોનાની પરખ થાય છે એ પથ્થરથી બની છે મૂર્તિ. કસોટી પથ્થરમાંથી બનાવવામાં આવી છે મૂર્તિ. કૃષ્ણશિલા કહેવાતી શિલામાંથી મૂર્તિનું નિર્માણ થયું છે. નીલકમલ જેવી મનોહર છે ભગવાન રામની મૂર્તિ. રામ ચરિત માનસમાં વર્ણન છે એવા પ્રકારની મૂર્તિ