Hanuman Jayanti 2024 : હનુમાન જયંતીએ સાળંગપુર હનુમાન મંદિરમાં હરિભક્તો ઉમટ્યા, આખો દિવસ ખુલ્લુ રહેશે મંદિર
ગુજરાત સહિત આજે સમગ્ર દેશમાં ધામધૂમથી હનુમાન જયંતીનું મહાપર્વ ઉજવાશે. ચૈત્રી સુદ પુનમ એટલે રામ ભક્ત રુદ્ર અવતાર હનુમાનજીની જન્મ જયંતી. ત્યારે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં આજે હનુમાન જ્યંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
વહેલી સવારથી મોટી સંખ્યામાં હરિભક્તો હનુમાન દાદાના દર્શન માટે ઉમટી પડ્યા છે. હનુમાન જ્યંતી નિમિતે આખો દિવસ મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બપોરે 1 દર્શનાર્થે પધારશે. હનુમાન જંયતી હોઈ આજે સાળંગપુર ખાતે ૩૦૦ કિલો ચુરમાની કેક તૈયાર કરાઇ છે. 10 કિલોની ગદા આકારની ડમ કેક બનાવીએ જે હથોડીથી તોડી જન્મજયંતીની ઉજવણી કરાઈ.
આ ઉપરાંત નાની મોટી પાંચ કિલોની ત્રણ કેકનું પણ કટીંગ કરાયું. કષ્ટભંજન દેવ મંદિરના સંતો દ્વારા કેકનુ કટીંગ કરવામાં આવ્યું. ૩૦૦ કિલો ચુરમાની કેક ભક્તોને પ્રસાદ રૂપે વહેંચાવામાં આવી.